આયુર્વેદમાં આઠ નિંદનીય રોગોમાંથી એક રોગ એટલે જાડાપણું (સ્થુળતા) છે. આજે વિશ્ર્વમાં સૌથી વધારે જો કોઇ રોગનો ખતરો હોય તો તે છે જાડાપણુ .. મોટાપો… સ્થળુતા જે સાયલેન્ટ અને જાયન્ટ ડીલર છે. આજે વિશ્ર્વમાં અનેક લોકોનું વજન હોવું જોઇએ તેના કરતા વધારે છે. વિશ્ર્વમાં ૩૫ કરોડ લોકો મોટાપા યાની જાડાપણાનો શિકાર છે. તેમાંથી લગભગ ૧પ થી ૧૭ કરોડ લોકો એકલા આપણા ભારતમાં જ જાડાપણાથી પીડાય છે.મોટાપાથી થતાં રોગો અંગે વિગતો આપતા ડો. સંજય જીવરાજાનીએ અબતકને જણાવ્યું હતું કે ડાયાબીટીસ ટાઇપ-ર, હાઇબીપી, હ્રદયરોગ, સ્ટ્રોક, ધુંટણ-પાથાના સાંધાના દુ:ખાવા અનિંદ્રા, ડિપ્રેશન, વંઘ્યાતવ, ફેરી લીવર ડીસોસ કેન્સરે માસીકની વગેરે તકલીફો થાય છે.
જાડાપણાના કારણોમાં વધારે ચહબી અને ખોરાક, ખાંડનું અધિક પ્રમાણમાં સેવન થથા શારીરિક નિષ્કીયતાને મોટાપણું મુખ્ય કારણ છે. જાગૃતિનો અભાવને પણ મુખ્ય કારણ છે ઉપરાંત માતા પિતામાંથી કોઇપણ એક અથવા બન્નેનું વજન વધારે હોય તો તેમના સંતાન જાડા થવાની હોવાની સંભાવના વધી જાય છે.
ઉપરાંત જેમનું પાચન તંત્ર ધીમું તેમની પાચન ક્રિયા મહદ નબળી પડતી જાય છે. જેને કારણે અનિયમિતા વધી જાય છે. અને ખોરાકનું ચરબીમાં રુપાતર થાય છે અને વ્યકિત ધીમે ધીમે જાડો થતો જાય છે.નેશનલ હેલ્થ એન્ડ એકઝામીનેશનના સર્વે મુજબ શારીરિક નિષ્કીયતા યાની બેઠાડુ આળસુ જીવન એ જાડાપણા માટેનું ખાસ કારણ છે પછી તે સ્ત્રી હોય કે પુષ અમુક પ્રકારની એન્ટી ડિપ્રેશન તથા હાઇબીસી માટેની દવા તથા સ્ટીરોઇડ તથા અમુક વંઘ્યત્વની દવા તથા ઇન્જેકશનોની આડઅસરથી પણ શરીરમાં જાડાપણું જોવા મળે છે. ઉપરાંત મનોવૈજ્ઞાનિક કારણે અને અમુક રોગોના કારણે ડાયાબીટીશ થઇ શકે છે.
ખાસ કરીને કોલ્ડ્રીંકસ અને હાર્ડ ડીંકસ (દારૂ) પીનારાઓમાં ખુબ જ દારૂ પીને, નોનવેજ ઠાંસી ઠાંસીને જમીને પછી સુઇ જવું આવા વ્યકિતઓમાં વજન અને ખાસ પેટનો ઘેરાવો ખુબ જ વહેલો જોવા મળે છે. યુવાન યુવતિઓમાં (કોલેજીયનોમાં) ફાસ્ટફુડ, કોલ્ડીંકસ, આઇસ્ક્રીમ, ચોકલેટ વગેરેને કારણે નાની ઉમરમાં વજનનો વધારો જોવા મળે છે. નોકરીયાત વર્ગમાં બેંક કર્મચારીમાં બેઠાડું જીવન તથા ઓવર સ્ટ્રેસ અને શારીરિક ક્રિયા (વ્યાયામ) નો અભાવ વજન વધવાનું મુખ્ય કારણ છે.વજન ઘટાડવા માટે અનુસાશન યાની સેલ્ફ ડીસીપ્લીન જરુરી છે. જમવામાં કસરતામાં જીવનચર્યામાં જરુરી છે.
તે છેલ્લા ૧૫ વર્ષથી આવિષ્કાર બીજા માળ, રેસકોસ રોડ, હેવમોરની બાજુમાં તથા ૩૨૩ સ્ટાર ચેમ્બર, હરીહર ચોક, ખાતે ડો. સંજય જીવરાજાની તથા ડો. અમી જીવરાજાની અનેક દર્દીઓનું વજન ૩ થી ૪૫ કીલો સુધી ઘટાડેલું છે. તે પણ કોઇપણ જાતની આડ અસર વગર અને ફેસ ડાયેટ વગર ડીજિટલ કોમ્પયુટરાઇઝ મશીનો વડે ઘડાટી શકાય છે અને ઝીરો ફીગર મેળવી શકાય છે તેમ અંતમાં ડો. જીવરાજાનીએ જણાવ્યું હતું.