30 થી 49 વર્ષની વય વચ્ચેની 50 ટકા મહિલાઓમાં પેટની મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું
સ્થૂળતા એટલે કે ઓબેસિટી વ્યક્તિના જીવનની ગુણવત્તાને બગાડે છે અને આના કારણે મહિલાઓ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બને છે. હૃદયના રોગો, સ્ટ્રોક, ટાઇપ-2 ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ઉચ્ચ કોલેસ્ટ્રોલનું સ્તર, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુ:ખાવો, અસ્થિવા, અને ડિપ્રેશન જેવી અનેક તકલીફોનો મહિલાઓ ભોગ બને છે. એબડોમીનલ ઓબેસિટીનું પ્રમાણ મુખ્યત્વે 30 થી 49 વર્ષ ની વયની મહિલાઓમાં જોવા મળે છે જે પૈકી 50% જેટલી મહિલાઓને એપડોમીનલ ઓબેસિટી ની વિકટ સમસ્યા માંથી પસાર થવું પડે છે જેની પાછળનું મુખ્ય કારણ તેમની જીવન શૈલી છે.
જ્યારે પણ કોઈ એક મહિલા પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ ન હોય અને જે શારીરિક શ્રમ પોતાના શરીરને આપવામાં આવતો ન હોય તો તે મહિલાને એડમીનલ ઓબેસિટી થવાના ચાન્સ ખૂબ વધી જતા હોય છે. સ્થૂળતા સામાન્ય રીતે બોડી માસ ઇન્ડેક્સ અનુસાર માપવામાં આવે છે. તે વ્યક્તિના વજન (કિલોગ્રામમાં) અને તેની ઊંચાઈ (મીટરમાં) નો ગુણોત્તર છે. સામાન્ય બીએમાઈ 18.5 અને 24.9 ની રેન્જમાં હોય છે, જે ગર્ભવતી થવા માટે આદર્શ છે. અભ્યાસ મુજબ 29 થી વધુ બીએમાઈ ધરાવતી સ્ત્રીઓમાં ગર્ભવતી થવાની શક્યતા ઓછી હોય છે. જેમ જેમ આંકડો વધે છે તેમ તેમ તેણીની ગર્ભધારણ કરવાની તકો ઘટી જાય છે.
બીજી તરફ જે મહિલાઓનું બેઠાડું જીવન હોય અથવા તો ઘરના દરેક કાર્યો તેઓ તેમના નો કરો પાસે કરાવતા હોય એટલે કે શ્રીમંત મહિલાઓમાં એબડોમિનલ ઓબીસીડી નું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. જ્યારે માનવ શરીરમાં ફેટનું પ્રમાણ વધતું હોય ત્યારે થુડતા અને મેદસ્વિતા નો પ્રમાણ વધતું રહે છે અને અનેક શારીરિક પ્રશ્નો ઉભા થતા હોય છે. જ્યારે કોઈ મહિલા યોગ્ય રીતે શારીરિક શ્રમ જેવું કે વોકિંગ સાયકલિંગ સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ કરે તો તે આ વિકટ પરિસ્થિતિથી બચી શકે છે.
મહિલાઓમાં મેદસ્વીતાથી થતી તકલીફ
મહિલાઓને મેદસ્વિતાના પ્રશ્નો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિથી તેઓને હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ, ટાઈપ ટુ ડાયાબિટીસ, સ્ટ્રોક, સ્વાસ લેવામાં તકલીફ સહિતની વિવિધ ગંભીર તકલીફોનું ભોગ બનવું પડે છે.
મેદસ્વીતાથી મહિલાઓમાં પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમની તકલીફ ઊભી થાય છે
સ્થૂળતાનું પીસીઓએસ સાથે સીધુ કનેક્શન છે, જે મહિલાઓના પ્રજનન સ્વાસ્થ્યને અસર કરતી સ્થિતિ છે. પીસીઓએસ અનિયમિત સમયગાળો, પુરૂષ સેક્સ હોર્મોન્સનો વધુ પડતો સ્ત્રાવ, ચહેરાના વાળની વધુ પડતી વૃદ્ધિ, વજનમાં વધારો અને વંધ્યત્વ દ્વારા વર્ગીકૃત થયેલ છે.
ઓવ્યુલેશન અટકાવે છે
સ્થૂળતા હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે, જે ઓવ્યુલેશનને અસર કરે છે. કારણ કે જ્યારે તમે મેદસ્વી હોવ ત્યારે તમારા શરીરમાં વધુ ચરબીનો ભાગ હોય છે. આ ચરબીના સ્ટોરેજ એસ્ટ્રોજનને મુક્ત કરે છે, જે સ્ત્રી સેક્સ હોર્મોન છે. તમારું શરીર ગર્ભાવસ્થા સાથે અતિશય એસ્ટ્રોજનને મુક્ત કરે છે અને આમ ઓવ્યુલેશનમાં અવરોધ પેદા થાય છે.
મહિલાઓની જીવનશૈલી અનેક ગંભીર રોગોને નોતરે છે : ડો. પ્રફુલ્લ કામાણી
રાજકોટ સૌરાષ્ટ્રના પ્રખ્યાત ગેસ્ટ્રોલોજીસ્ટ ડો. પ્રફુલ કામાણીએ જણાવ્યું હતું કે હાલ 21મી સદીમાં મહિલાઓની જીવનશૈલી ખૂબ બદલાઈ ગઈ છે મોડી રાત્રે સુધી જાગવું અને ખોરાક આરોગવો તેમને અનેકવિધ તકલીફોમાં ધકેલે છે. તુજ નહીં હાલ જે રીતે કીપી પાર્ટી જેવી પાર્ટીઓનું આયોજનમાં મહિલાઓ જે રીતે મન મૂકીને પેટને ગટર સમજીને ખોરાક આરોગ્ય છે તેનાથી તેઓ અનેક રોગનો શિકાર પણ બને છે. જો આ તમામ જીવનશૈલી માંથી કોઈ એક મહિલા બાકાત રહે અને સમયાંતરે શારીરિક શ્રમ અથવા તો વ્યાયામ કરે તો ઘણી તકલીફો નું ત્વરિત નિવારણ શક્ય બને છે સામે પોતાનો ખોરાક લેવાની જે પદ્ધતિ હોય તેમાં પણ બદલાવ લાવવો ખૂબ જરૂરી છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રની મહિલાઓને પોતાના સ્વાસ્થ્ય માટે સહેજ પણ જાગૃતતા નથી જે લાંબા ગાળા માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે.
વધુ મેદસ્વિતા ધરાવતી મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં પણ અનેક તકલીફો વેઠવી પડે છે : ડો. અવલ સાદીકોટ
પ્રાઈમ હોસ્પિટલમાં ગેસ્ટ્રોલોજિસ્ટ તરીકે ફરજ બજાવતા ડો. અવલ સાડીકોટે જણાવ્યું હતું કે વધુ મેદસ્વિતા ધરાવતી મહિલાઓને ગર્ભ ધારણ કરવામાં અનેક તકલીફો વેઠવી પડે છે. બીજી તરફ સામાન્ય બીએમાઈ ધરાવતી સ્ત્રીઓ કરતાં વધુ વજન ધરાવતી સ્ત્રીઓમાં કસુવાવડ એટલે કે ગર્ભપાત થવાની સંભાવના 29 ટકા વધુ હોય છે. મેદસ્વી મહિલાઓ માટે જોખમ 73 ટકા છે.વજન વધવું અથવા ઘટવું તમારા માસિક ચક્ર પર હકારાત્મક અને નકારાત્મક બંને અસરો કરી શકે છે. ઉદાહરણ તરીકે તે તમારા અનિયમિત ચક્રને નિયમિત બનાવી શકે છે અથવા તો તેને રોકી પણ શકે છે. તે તમે ક્યાંથી શરૂ કર્યું અને તમે કેટલું વજન વધાર્યું કે ગુમાવ્યું તેના પર આધાર રાખે છે.