જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ મહેશ રાજપુત સહિત ૧૦ આગેવાનો કાલે સવારે ૧૧ વાગ્યા સુધી ઉપવાસ કરશે
ખેડુતોના વિવિધ પ્રશ્ને કોંગ્રેસ દ્વારા દરેક જીલ્લા મથકે ર૪ કલાકના ઉપવાસ આંદોલનનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે રાજકોટ જીલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા જીલ્લા પંચાયત ચોક ખાતે આજે સવારે ૧૧ વાગ્યાથી ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું છે.
જેમાં ૧૦ જેટલા કોંગી આગેવાનો આવતીકાલે ૧૧ વાગ્યા સુધી ઉપવાસ કરવાના છે.ખેડૂતોની વ્યાજબી માંગણીઓ પુરી કરવાની માંગ સાથે ગુજરાત કોંગ્રેસ સમીતી દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમને લઇને રાજકોટ શહેર અને જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા જીલ્લા પંચાયત ચોકમાં આજે સવારે ૧૧ કલાકથી કાલ સવારના ૧૧ કલાક સુધી ઉપવાસ શરુ કરવામાં આવ્યા છે.
આ ઉપવાસમાં ગુજરાત પ્રદેશ કોંગેસ સમીતીના આગેવાન અને બાપુનગરનાં ધારાસભ્ય હિંમતસિંહ પટેલ હાજર રહ્યા છે. તેમજ પક્ષના રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ હિતેશભાઇ વોરા, રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના કાર્યકારી પ્રમુખ મહેશભાઇ રાજપુત, જીલ્લા પંચાયતના સદસ્ય ચંદુભાઇ શિંગાળા, એસસીસેલ રાજકોટ શહેરના ચેરમેન નરેશભાઇ સાગઠીયા, ઓ.બી.સી. સેલ રાજકોટ શહેરના ચેરમેન રાજુભાઇ આમરણીયા લધુમતિ સેલ રાજકોટ શહેરના ચેરમેન યુનુસભાઇ જુનેજા, આઇ.ટી. સેલના પૂર્વ પ્રમુખ ભાર્ગવભાઇ પઢીયાર રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમીતીના ઉપપ્રમુખ મેઘજીભાઇ સારકીયા રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમીતીના મહામંત્રી વિશાલભાઇ દોગા, રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમીતીના આગેવાન દિલીપભાઇ સોજીત્રા ઉપરોકત દસ આગેવાનો ર૪ કલાકના ઉપવાસ કરશે અને હાલ જીલ્લા પંચાયત ચોક ખાતે ઉપવાસ પર બેઠા છે કોંગ્રેસી આગેવાનો અને ખેડુતો મોટી સંખ્યામાં જોડાયા છે.
આ ઉપવાસ આંદોલનમાં ખેડુતોની વિવિધ માંગણીઓ જેવી કે ખેડુતો મોટી સંખ્યામાં જોડાયા છે. આ ઉપવાસ આંદોલનમાં ખેડુતોની વિવિધ માંગણીઓ જેવી કે ખેડુતોના દેવા માફ કરો ખેડુતોની જણસનાં પોષણક્ષમ ભાવ આપો. ખાતર પર ના વેરા નાબૂદ કરવામાં આવે ખેતીની પૂરતી સુવિધાઓ જરુરી કરવામાં આવે પાક વીમાની ચુકવણી કરવામાં આવે ખેડુતોને વ્યાજબી ભાવે બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા ખેડુતોની સંખ્યા ઘટી ખેતીની જમીન ઘટી ખેત મજદુરોની સંખ્યા વધી ગૌચરની જમીન ગાયબ અને પશુપાલક પરેશાન કૃષિ મેળાના નામે સ્વપ્રસિઘ્ધિ મેળા બંધ થાય જમીન માપણીના નામે ખેડુતોને મોટા અન્યાય થઇ રહ્યા છે જે અન્યાય દુર કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.