આજના યુગમાં વજન ઘટાડવા ‘ડાયેટીંગ -ફાસ્ટીંગ’ જેવા શબ્દો ચલણમાં છે ત્યારે ઉપવાસના વૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે, પ્રાચીન યુગથી જ ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું છે
અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. પુજન, અર્ચન સાથે વ્રત એકટાળા કે ઉપવાસનો મહિમા છે. શરીરના કાયાકલ્પ માટે તે જરૂરી છે. વ્રત ઉપવાસનો આજકાલ અંધશ્રઘ્ધા સાથે જોડેલ છે, પણ ઉપવાસ એટલે જ વ્રત, પૌરાણિક ગ્રંથોમાં વ્રત, ઉપવાસનો મહિમા દર્શાવેલ છે. ભારતીય સંસ્કૃતિમાં , પ્રાચીન કાળથી ધર્મ સાથે વિજ્ઞાન જોડાયેલું છે. ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે.
ઉપવાસ શબ્દને છૂટો પાડીએ તો ઉપક વસત એટલે કે ઊંચી કક્ષાએ જીવવું, આપણું શરીર ર૪ કલાક સતત સક્રિય કમગીરી કરે છે એટલે એને શકિત માટે ખોરાની જરૂર પડે એ સ્વભાવિક છે. શરીરનું આરોગ્ય આજના યુગમાં સૌથી અગત્યનું છે. નિયમિત કસરત કરો તો શરીરના તમામ અંગો બરોબર કાર્યરત રહે, એવી જ રીતે ઉપવાસના પણ ઘણા ફાયદા છે. ભૂખ્યા રહેવું, કંઇ ખાવું-પીવું નહી તેને ઉપવાસ ન કહેવાય, ભૂખ લાગવી એ શરીરનો ધર્મ છે પણ તેનાથી ઊંચે જઇને ‘ઙ૫ષર;’ કરો તો તન, મન પ્રવિગ થાય છે. શરીર ચોખ્ખુ થાય છે. આપણે ત્યાં એકાદશી વ્રતનો મહિમા નિહાળો છે. આ પ્રાચીન ઋષી મુનિઓ દૂર દ્રષ્ટિવાળાને વિચક્ષણ હતા.
ઉપવાસ કરવાથી શરીર રોગ મુકત રહે છે. રોજ રોજ શરીરમાં જાત, ભાતમાં વિવિધ ખોરાકો પેટમાં જઇ ને શરીરને બિમાર કરે છે, ત્યારે મહિને એક-બે વાર ઉપવાસ કરવાથી શરીર નિરોગી રહે છે. આપણા શરીરનાં દિવસે કાર્યરત અંગોમાં દાંત, જીભ, કાન, આંખ, મગજ, હોજરી, પગ, લીવર, હાથ, હોર્મોન્સ ગ્ર્રંથીઓ જયારે રાત્રે માણસ પ્રવૃતિ શીલ ન હોય ત્યારે કિડની, લીવર, આંતરડા, ફેફસા સતત કાર્યરત હોય છે.
આપણા શરીરની ૧૦૦ ટકા શકિતમાંથી ૮૦ ટકા તો દિવસમાં જ વપરાય જાય છે. બાકીની ર૦ ટકામાં રાત્રે મહત્વના અંગો વાપરે છે. શરીરનો નાકામો કચરો મળ, પેશાબને પરસેવા વાટે બહાર નીકળે છે.
નિયમિત દર માસે એક બે ઉપવાસ કરનાર માનવીનું શહેર ખુબ જ તંદુરસ્ત હોય છે. શરીરના તમામ ઝેરી પદાર્થો દૂર થસ જાય છે. તેનાથી એકગ્રતા, યાદશકિત અને ઉત્સાહ લાગે છે. જયારે તબિયત બરાબર ન હોય ત્યારે પશુ, પંખીઓ પણ ખાતા નથી. આપણે મોટા થઇને આ સામાન્ય શરીરનું વિજ્ઞાન ભૂલ ગયા છીએ, દમ, વા, બ્લડ પ્રેશર, લકવો, કેન્સર, સતત થા લાગવો, ન્યુરાઇટીસ, ખોરાકનું પાચન ન થવું, આંતરડામાં સોજા વિગેરેમાં એકાદ ઉપવાસ કરવથી ફાયદો મળે છે. માંદા ન પડવાનો તમારી પાસે રામબાણ ઇલાજ છે જ અને એ છે ‘ઉપવાસ’તેનાથી સમગ્ર શરીરમાં નવી ઉર્જા, ઉમંગ, સ્ફૂર્તિ સાથે ઘણા બધા ફાયદાઓ મળે છે. ઉપવાસના ઘણા પ્રકારો છે, કશું જ ખાવું નહી કે ફાળો અને શાકભાજીનો રસ, લીંબુ પાણી જેવું ગ્રહણ કરીને પણ લોકો ઉપગાસ કરે છે.
મુસ્લિમ ભાઇઓ રમઝાન માસમાં ૪૦ દિવસ સૂર્ય ઉગે ત્યાંથી અસ્ત થાય ત્યાં સુધી કશું ખાતા-પિતા નથી. હિન્દુ ધર્મમાં ૬૦ એકાદશી કે ઉપવાસ પૂનમને દિવસે કરવામાં આવે છે. શિવજીને માનારા સોમવારે અને હનુમાનજીને માનનારા શનિવારે ઉપવાસ કરે છે. આપણા વિવિધ તહેવારોમાં શિવરાત્રિ, શ્રાવણી સોમવાર, નવરાત્રીના નવ દિવસ, કડવા ચોથ જેવા સમયે ઉપવાસ કરે છે.
શાસ્ત્રોમાં બ્રહ્માણજી ઉપવાસનું મહત્વ સમજાવે છે. આ પ્રણાલી ઋષિ મુનિઓના વખતથી ચાલી આવે છે. પૂરાણોમાં એની કથા પણ પ્રચલિત છે. ઉપવાસ એ વૈજ્ઞાનિક અને આઘ્યાત્મિક અભિગમ છે. ચરક અને આયુર્વેદના અનેક શાસ્ત્રોએ ‘ઉપવાસ ’ નું અલગ અલગ માર્ગદર્શન આપ્યું છે. આપણા જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રીય સાથે તમામ દશ પ્રકારની ઇન્દ્રીયોની વિશુઘ્ધી માટે ઉપવાસ જરુરી છે. આચાર અને શુઘ્ધ વિચારનું વ્રત એટલે ઉપવાસ
મનુ સ્મૃતિમાં જણાવે છે કે શુઘ્ધ આચરણ એ સૌથી શ્રેષ્ઠ ધર્મ છે. ઉપવાસ છે. આઘ્યાત્મિક વિકાસમાંથી શાંતિ જન્મે છે. એના માટે ઉપવાસમાં સાત્વિક આહાર, વાંચન, સોબત, પર્યાવરણ સાથે ઋષિ મુનિઓનું આઘ્યાત્મિક માર્ગદર્શન જરૂરી છે.‘ચરક સંહિતા’માંથી લઇને જુદી જુદી સારવાર શોધો એ પણ ‘ઉપવાસ’ને રામબાણ ઇલાજ જણાવ્યો છે. તેના વૈજ્ઞાનિક ફાયદાઓ ઘણા છે, જેમ કે તેનાથી તમારૂ પાંચન તંત્ર સારૂ થઇ જાય છે. મહિને એક કે બે ઉપવાસથી તમારુ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટવા લાગે છે. જે ધમની માટે ફાયદાકારક છે. તેમાંથી તમારી રોગપ્રતિકારક શકિત વધે છે. ઉપવાસનું સિધુ આરોગ્ય કનેકશન છે, જયારે આપણે વ્રત કરીએ ત્યારે આપણું શરીર નવું ભોજન લેતું નથી તેથી શરીરને તો માત્ર શરીર સફાઇનું કામ જ રહેશે અને હા તેમાં પાણીની જરૂર તો પડે જ તેથી પાણી પીવું જરુરી છે. એનર્જી માટે લીંબુ પાણી કે મધ-પાણી લેવું હિતાવહ છે. ઉપવાસ કરવાથી શરીરનો તમામ કચરો નિકળી જાય છે અને શરીર કાયા ‘નવકલ્પ’ થઇ જાય છે. માપમાં કે ઘરનો સાત્વિક ખોરાક લેનાર માંદા ઓછા પડે છે.
શરીરનાં કુદરતી ચક્રની વાત જોઇએ તો ૪૦ થી ૪૮ દિવસોમાં શરીર ખાસ ચક્રમાંથી પસાર થાય છે. જે ૧૧ થી ૧૪ દિવસમાં એક દિવસ એવો આવે કે તમને ખાવાની ઇચ્છા જ ન થાય ત્યારે તમારે ખાવું ન જોઇએ, આ ચક્રમાં ત્રણ દિવસ એવા હોય છે કે જયારે શરીરને ખોરાકની જરૂર જ નથી હોતી. જો તમે તમારા શરીર પરત્વે સજાગ બની જશો તો તમને જાતે જ આ વાતનો અહેસાસ થઇ જશે કે આ દિવસે શરીરને ભોજનની જરૂર નથી. તેથી આ દિવસે ઉપવાસ કરવાથી ઘણો જ ફાયદો મળે છે. હિન્દુ મહિનામાં તમે જોવો તો દુર ૧૪ દિવસમાં એક દિવસ એકાદશી આવે છે. આનો અર્થ એમ પણ થાય કે આ દિવસે ખાધા વગર રહેવું ઉ૫વાસ કરવો.
ઉપવાસ પાછળ આસ્થા નહીં ,વૈજ્ઞાનિક તથ્યો
હજારો અને સેંકડો વર્ષ પહેલા સ્થપાયેલા ધર્મોમાં ‘ઉપવાસ’ને સ્થાન મળ્યું છે. હિન્દુ, જૈન, ઇસ્લામ, બૌઘ્ધ, યહુદી, ખ્રિસ્ત જેવા તમામ ધર્મોએ શારીરિક અને આંતરિક શુઘ્ધીકરણ માટે ઉપવાસ નો આદર કર્યો છે. તેની પાછળ આસ્થા સાથે વૈજ્ઞાનિક તથ્ય જોડાયેલું છે. તેનું શરીર આરોગ્ય પર સીધસ અસરનું મહત્વ છે. સૌથી મોટા ફાયદો ઉપવાસનો એ છે કે આપણાં શરીરમાં જમા થયેલા ‘કાર્બોહાઇડ્રેટસ ’ વપરાય જાય છે. દુનિયાના તમામ ધર્મોએ ઉપવાસનો મહિમા સ્વીકારેલ છે. વિખ્યાત અમેરિકન બેન્ઝામીન ફ્રેન્કલીને લખયું છે કે ‘આરામ અને ઉપવાસ’ આ બન્ને દુનિયાની શ્રેષ્ઠ ઔષધીઓ છે.