સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી અને આજુબાજુના ગામમાંથી અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના થાન અને મુળી રોડ વચ્ચે આવેલા અને ગામડાઓમાં કુદરતી રીતે અખૂટ ખનીજ ભંડારો આવેલા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી અને થાનમાં મોટાભાગની ગૌચર જમીનમાં ખાડા ગાળીને ગેરકાયદેસર રીતે કાર્બોસેલ અને અન્ય કુદરતી ખનિજોની બેફામ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે તંત્ર પણ આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે અને આ મોટા ભાગના ખાડાઓ મોટા માથાના હોવાનું અને રાજકારણીઓના હોવાનું જિલ્લામાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તારમાં આવા ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનીજની ચોરી કરીને મોટા મસ્ત મસ્ત આ ખાડાઓ ગૌચર જમીનમાં પાડીને કરોડો રૂપિયાની આવક કરે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી અને થાન રોડ ઉપર હાલમાં મોટાભાગની ગૌચર જમીન પર આવા ખનીજ માફિયાઓ કબજો જમાવીને મોટા મોટા ખાડાઓ કરીને કરોડો રૂપિયાની ખનિજચોરી અત્યાર સુધીમાં કરી છે ત્યારે અગાઉ પણ આવા ખનીજ માફિયાઓ સામે ગ્રામજનોએ કડક પગલાં લેવા આવારનવાર રજૂઆત પણ કરી છે. ત્યારે આ બાબતે કોઈ કડક પગલાં લેવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ના ખાખરાળા ના ગ્રામજનો દ્વારા ગૌચર જમીન મામલે ૧૭ જાન્યુઆરીના આજ  રોજ મુળી અને થાન રોડ ઉપર ઉપવાસ ઉપર ઉતરવાના છે ત્યારે આ ઉપવાસ છાવણીમાં આજુબાજુના ગામ ગ્રામજનો પણ આ ઉપવાસ આંદોલન માં જોડયા છે.ત્યારે આગામી સમયમાં તંત્ર દ્વારા જાગીને આવા ખાડાઓ બુરી ને જિલ્લામાં આવા ગેરકાયદેસર ચાલતા ખનીજચોરી પર અને ખાસ ગૌચર જમીન પર ચાલતા ખનીજ ચોરી પર દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવે તેરી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.