શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં આત્માર્થી રાજુજીનું વ્યાખ્યાન: તિર્થકંર મહાવીર પ્રભુના જન્મ વાંચન
પર્યુષણ પર્વ નિમિત્તે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિરમાં આત્માર્થી રાજુજીએ આજના સ્વાધ્યાયનો મંગલ પ્રારંભ ચરમ તીર્થકર મહાવીર પ્રભુના જન્મ વાંચનથી કર્યો હતો. ત્યારબાદ સ્વાધ્યાય શ્રેણીનો મુખ્ય વિષય “સમ્યગદર્શન’નો વ્યવહાર ભેદ અંતર્ગત “સ્વ-પર શ્રધ્ધા કરાવવા ભેદજ્ઞાનનો ગહન વિષય અત્યંત સહજતાથી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આત્માની નિકટ આવવાનો પ્રયાસ એટલે ઉપવાસ છે.શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે પાંચમાં દિવસે ધરમપુર આશ્રમથી પધારેલા આત્માર્થી રાજુજી દ્વારા આજરોજ ભેદજ્ઞાન વિશે સત્સંગ યોજાયો હતો. જેમાં રાજુજીએ આત્મા અને શરીર બંને વિશે પણ સમજાવ્યું હતું. સાથો સાથ સમ્યગ દર્શન કઈ રીતે થાય તેના માર્ગો અંગેની સત્સંગ કર્યો હતો.કલ્પના બખાઈએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજનો સત્સંગ ભેદ જ્ઞાન પરનો હતો. ભેદજ્ઞાન વિશેનો સત્સંગ દરેક મનુષ્યએ ઉતારવો જ જોઈએ અને સમ્યગ દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય તેની નવતત્વ અને ભેદજ્ઞાન કેવી રીતે કરવું તેનો આખો મર્મ સમજાવ્યો.
અલગ અલગ પ્રેકટીકલ પ્રયોગો પણ કરાવ્યા હતા અને એવો સંદેશો પાઠવ્યો કે દેહથી ભીન્ન હું આત્મા છું. બધા જ જીવ એક આત્મા છીએ. ખરેખર જો આપણા જીવનમાં આ સત્સંગને ઉતારીએ તો સમ્યગ દર્શન તો ચોક્કસ મળશે જ તેવો એમણે નિશ્વય પણ આપેલ હતો. ઉપરાંત પરમ કૃપાળુ પરમ દેવને પ્રાર્થના પણ કરી કે તેમને પણ સમ્યગ દર્શન પ્રાપ્ત થાય.મૌલીંગભાઈ દોશીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે શ્રીમદ્ રાજચંદ્ર મીશનમાં તેઓ ઘણા સમયથી સંકળાયેલા છે. પર્યુષણ પર્વ એ જૈનની જીંદગીનો એક મહત્વનો પર્વ છે. જીવનમાં ઘણા પ્રસંગો આવતા હશે પરંતુ આ આઠ દિવસનો પર્વ જીંદગી બદલવા માટેનો એક મહત્વનો પર્વ છે. જેમાં સંપૂર્ણપણે દરેક વ્યક્તિ દરેક ભેદભાવ ભુલી ઈશ્વરની ભાવના કરતા હોય છે.જગદીશભાઈ મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ પર્યુષણ દરમિયાન ધરમપુર સ્થિત રાજુજીએ રાજકોટની મુલાકાત લીધી છે અને રાજકોટના મુમુક્ષો ઉપર ઘણો એમણે અભ્યાસ કરાવ્યો છે. આત્માનો અભ્યાસ, સમ્યગ દર્શન માટે તેમણે પુરા પ્રયત્નો કર્યા છે. આજ સુધી ઘણા લોકો સમ્યગ દર્શનથી અજાણ હતા. તેમના માટે રાજુજીએ ઘણા સારા પ્રયત્નો કર્યા છે તે બદલ આભાર પણ વ્યકત કર્યો.કાજલ પારેખે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પર્યુષણ એટલે જૈનોનો મોટામાં મોટો તહેવાર આખા વર્ષ દરમિયાન જે પણ પાપ થયું હોય તેના પ્રાયશ્ચીત માટેનો આ પર્વ છે. આત્માના માન માટેનો આ એક સૌથી સારો પ્રયત્ન છે. સત્સંગ દ્વારા સમ્યગ દર્શન વિશે પણ જાણકારી આપવામાં આવી છે. જૈન અને જૈનેત્તર આ સત્સંગનો લાભ લે છે.