૧૯૯૧ થી લઈને અત્યાર સુધીના કેસોમાં ફટાફટ નિર્ણય
બે મહિનાના માત્ર ૨૫ કેસો જ પેન્ડિંગ
ડિસેમ્બરના અંતમાં ૭/૧૨ની સ્કેનીંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે
જિલ્લા કલેકટરના આદેશથી સમગ્ર જિલ્લાના ૭/૧૨ની સ્કેનીંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાના જણાવ્યા મુજબ સ્કેનીંગ પૂર્ણ થઈ ચૂકયું છે. હાલ વેરીફીકેશન અને અપલોડીંગની પ્રોસેસ ચાલી રહી છે જે આગામી ૩૧ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. જેથી હવે તમામ ડેટા સોફટ કોપીમાં ઉપલબ્ધ થઈ જશે.
રાજકોટ જિલ્લા કલેકટરે ૧ હજાર કેસોનો ધડાધડ નિકાલ કર્યો છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં ૧૯૯૧થી અત્યાર સુધી ચાલ્યા આવતા કેસોમાં ફટાફટ નિર્ણયો કલેકટર ડો.રાહુલ ગુપ્તા દ્વારા લેવામાં આવ્યા છે. હાલ બે મહિના પૂર્વેના માત્ર ૨૫ કેસો જ પેન્ડીંગ રહેવા પામ્યા છે. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની આ ઝડપી કામગીરીની અરજદારો ભરપુર પ્રશંસા કરી રહ્યાં છે.
રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જિલ્લાના ૧ હજાર કેસોનો ફટાફટ નિકાલ કરી નાખ્યો છે. આ કેસ ૧૯૯૧થી લઈને અત્યાર સુધીના હતા. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા છેલ્લા ઘણા સમયથી ૨૦૦ કેસોનું બોર્ડ ચલાવતા હતા. જેથી ૧ હજાર કેસોનો ઝડપભેર નિકાલ થવા પામ્યો છે. હાલ જિલ્લાના બે મહિનામાં નોંધાયેલા ૯૦ માંથી માત્ર ૨૫ કેસો જ પેન્ડીંગ રહ્યાં છે. જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની આ ઝડપી કામગીરીની ચોમેર પ્રશંસા થઈ રહી છે.