ડિસેમ્બરમાં ૬.૪ કરોડ ટ્રાન્જેકશની રૂપિયા ૧૨૫૬ કરોડની આવક કરી આપતુ ફાસ્ટેગ
નેશનલ હાઈવેના ટોલનાકે ડિજીટલાઈઝ પેમેન્ટ પદ્ધતિ ફાસ્ટેગ શરૂ થઈ છે. ફાસ્ટેગની અમલવારીના પ્રારંભીજ સરકારને આવકમાં વધારો દેખાવા લાગ્યો છે. એક મહિનાના સમયગાળા માં ફાસ્ટેગીતી આવક બે ગણી થઈ હોવા નું જાણવા મળ્યું છે. ડિસેમ્બર મહિનામાં ફાસ્ટેગી ૬.૪કરોડ ટ્રાન્જેકશન થયું હતું. જેમાં રૂપિયા ૧૨૫૬ કરોડની આવક થઈ હતી.
નવેમ્બર મહિનામાં ફાસ્ટેગના માધ્યમી ૩.૪ કરોડ ટ્રાન્જેકશન થવા પામ્યા હતા. જેમાં ૭૭૪ કરોડની આવક થઈ હતી. આ આંકડા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના છે. જેના પરી ફલીત થયું છે કે, ફાસ્ટેગના માધ્યમી એક મહિનામાં આવક બે ગણી થઈ છે. ફાસ્ટેગ ઈલેકટ્રોનિકલી એક્ટિવેટ યેલુ યંત્ર છે જેના માધ્યમી માર્ગ અને પરિવહન મંત્રાલય નેશનલ હાઈવે પર કેશલેસ ટોલ ઉઘરાવી રહી છે. થોડા સમય પહેલા નેશનલ હાઈવે પર ટોલ ઉઘરાવવા માટે ફાસ્ટેગની અમલવારી ફરજિયાત થઈ હતી. સમયાંતરે ફાસ્ટેગ લગાવવાનું શરૂ થયું છે. જે લોકોએ ફાસ્ટેગ ની મેળવ્યા તેઓને રાહત મળે તે હેતુ થી પ્રારંભીક તબક્કે નેશનલ હાઈવે પરની ટોલની ૨૫ ટકા લેનમાં રોકડ વ્યવહાર ચાલુ રખાયા હતા. બાકી અન્ય લેનમાં માત્ર ફાસ્ટેગી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું શરૂ થયું હતું. ફાસ્ટેગનું સ્ટીકર કારની વિન્ડો સીટ પર લગાવવામાં આવે છે. જ્યાંથી ટોલનું કલેકશન ઝડપી થઈ જાય છે. પ્રક્રિયા ઝડપી હોવાના કારણે ટોલગેટ પર લાઈનો લાગતી નથી, પરિણામે સમય અને ઈંધણનો બચાવ થાય છે. તેની સાથો સાથ ‘બાયપાસ’ જતા વાહનો મુદ્દે પણ કાર્યવાહી થઈ શકે છે.