36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022 પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા સ્પોર્ટસ કાર્નિવલ ચાલી રહ્યો છે.
બે સ્પોર્ટસ હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેઈમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કાર્નિવલમાં શહેરીજનો માટે અલગ-અલગ સ્પોર્ટ્સ યોજવામાં આવશે. જેમાં આજે સવારે 06:30 કલાકે સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, રેસકોર્ષ ખાતે માત્ર એથ્લેટિક ટ્રેકનાં મેમ્બરો માટે ફાસ્ટ વોકિંગ ઇવેન્ટ યોજાઈ હતી.
જેનો શુભારંભ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકુર, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી તેમજ ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે કરાવ્યો હતો. આ ફાસ્ટ વોકિંગ ઇવેન્ટમાં બહોળી સંખ્યામાં એથ્લેટિક ટ્રેકનાં મેમ્બરો જોડાયા હતાં.