ઘણા લોકો જાગૃત ઈને ફાસ્ટ ફૂડ છોડી ચૂક્યા છે, પરંતુ તેઓ બહાર તો જમે જ છે રેસ્ટોરાંના ફૂડનાં વધુ પડતાં સોડિયમ, શુગર અને ફેટ્સ શરીરમાં વધુ કેલરી નાખે છે. રિસર્ચ મુજબ ફાસ્ટ ફૂડ અને રેસ્ટોરાં બન્નેનું ફૂડ સરખી રીતે શરીરને નુકસાન કરે છે. નિષ્ણાતના મત અનુસાર એક ટંક બહાર જમવાથી શરીરમાં ૨૦૦૦ કેલરી જમા થાય છે જે ઘરના ભોજની બે-ત્રણ ગણી વધારે હોય છે

ગુજરાતીઓની વાત કરીએ તો લાગે છે કે આખી ફૂડ અને હોટેલ-ઇન્ડસ્ટ્રી ગુજરાતીઓના બહાર જમવાના શોખ પર ટકેલી છે. રોડ-સાઇડ કે ચાટનો ઠેલો હોય કે ફાઇવસ્ટાર હોટેલની લેવિશ રેસ્ટોરાં હોય, તમને ત્યાં ગુજરાતીઓની ભરમાર મળશે જ. પરંતુ આપણો આ બહાર ખાવાપીવાનો શોખ આપણને કઈ દિશામાં લઈ જાય છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. હેલ્ બાબતે વિચારીએ તો આજકાલ ફાસ્ટ ફૂડ અને જન્ક ફૂડ ન ખાવું જોઈએ એ બાબતે લોકો ઘણા જાગૃત યા છે. એક એવો વર્ગ છે જે આ પ્રકારનું ફૂડ ખાતો જ ની. એ ખરેખર પ્રશંસનીય છે. પરંતુ એવું પણ ની કે આ વર્ગ બહાર જમતો જ ની. ફાસ્ટ ફૂડ ચેઇન્સમાં જવાનું આજકાલ ઘણા લોકો ટાળે છે, પરંતુ આ લોકો રેસ્ટોરાંમાં જાય છે.

ગુજરાતી ાળીઓ અને પંજાબી ઢાબાંઓની લહેજત માણે છે. સાઉ ઇન્ડિયન અને ચાઇનીઝ રેસ્ટોરાંમાં ઑેન્ટિક ચાઇનીઝના નામે મન્ચુરિયનની મજા માણે છે. ફાસ્ટ ફૂડ જેમાં બર્ગર, પીત્ઝા, હોટડોગ, પફ, વડાપાંઉ, દાબેલી, પાંઉભાજી વગેરેનો સમાવેશ ાય છે એ તો આપણા માટે અનહેલ્ધી છે જ; પરંતુ આપણે રેસ્ટોરાંમાં જે ખોરાક ખાઈએ છીએ એ કેટલો સેફ છે? એ ખાવામાં આપણું નુકસાન છે કે ની?

રિસર્ચ

તાજેતરમાં યુરોપિયન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં છપાયેલા એક રિસર્ચ મુજબ રેસ્ટોરાંનું જમવાનું તમારા શરીરમાં વધારાની ૨૦૦ કેલરી ઉમેરે છે. ૧૮,૦૯૮ લોકો પર અમેરિકામાં આ સર્વે કરવામાં આવ્યો હતો. વધુ કેલરી ઉપરાંત બહાર જમવાી જરૂરત કરતાં વધુ કોલેસ્ટરોલ પણ શરીરને મળે છે. આપણી દૈનિક જરૂરિયાત ૩૦૦ મિલીગ્રામની છે, જેમાં બહાર ખાવાી વધારાનું ૫૮ મિલીગ્રામ જેટલું કોલેસ્ટરોલ ઉમેરાય છે. આ રિસર્ચમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે એક ફાસ્ટ ફૂડ ચેઇનની સરખામણીએ એક રેસ્ટોરાંમાં જમવાની માઠી અસર લગભગ સરખી અવા અમુક કેસમાં એનાી પણ વધુ ખરાબ હોઈ શકે છે. ઘરે જમવાની સરખામણીમાં ફાસ્ટ ફૂડ ચેઇન અને રેસ્ટોરાંમાં જમવાી શરીરને ૧૦ ગ્રામ ટોટલ ફેટ્સ વધુ મળે છે, જેમાં ફાસ્ટ ફૂડ સેન્ટરમાં ખાવાી ૩.૪૯ ગ્રામ અને રેસ્ટોરાંમાં ખાવાી ૨.૪૬ ગ્રામ સેચ્યુરેટેડ ફેટ્સ મળે છે જે શરીર માટે ખૂબ જ હાનિકર્તા છે. જો સોડિયમની વાત કરીએ તો આદર્શ રીતે આખા દિવસમાં ૫૦૦ મિલીગ્રામ સોડિયમ ખાવું જોઈએ, જેમાં ફાસ્ટ ફૂડ સેન્ટરમાં એક વખત જમવાી ૩૦૦ મિલીગ્રામ સોડિયમ મળે છે અને રેસ્ટોરાંમાં એક વખત જમવાી ૪૧૨ મિલીગ્રામ સોડિયમ પ્રાપ્ત ાય છે. આમ આ રિસર્ચમાં સાબિત કરવામાં આવ્યું કે બહાર તમે ગમે તે જગ્યાએ ખાઓ, ગમે તે વસ્તુ ખાઓ ઘરના ખોરાકની સરખામણીમાં એ તમને સરખી રીતે નુકસાન કરે છે.

કેલરી વધુ

ફાસ્ટ ફૂડ ખાઓ કે રેસ્ટોરાંમાં જમો, બન્ને નુકસાનકારક છે જ. આ રિસર્ચ બહારનું છે. ભારતમાં આપણા ખોરાકમાં ભરપૂર કેલરી હોય છે. આ રિસર્ચ મુજબ રેસ્ટોરાંમાં ખોરાક લેવાી વધારાની ૨૦૦ કેલરી મળે છે એમ સાબિત યું છે, પરંતુ અમારા અનુભવ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ ઘરે જમે છે ત્યારે તેના એક ટંકના જમણનો કેલરી ઇન્ટેક લગભગ ૬૦૦-૮૦૦ કેલરી હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ બહાર જમે છે ત્યારે તેનો કેલરી ઇન્ટેક ૧૮૦૦-૨૦૦૦ કેલરી જેટલો વધી જાય છે, જે લગભગ બે-ત્રણ ગણો વધારે ઇન્ટેક યો. આખા દિવસમાં વ્યક્તિને જેટલી કેલરીની જરૂરિયાત હોય છે, જે જુદાં-જુદાં પાંચ ભોજનમાં વહેંચીને શરીરને આપવાની જરૂર હોય છે એટલી કેલરી આપણે એક જ ટંકમાં શરીરમાં પધરાવીએ છીએ. આટલીબધી કેલરીનો ઉપયોગ આપણે એકસો કરી શકવાના ની એટલે ખાધા પછી શરીરમાં ત્રણ કલાકની અંદર આ કેલરી ફેટમાં પરિણમે છે.

જાતે ટ્રાય કરો

ઘણા લોકો માને છે કે તે વર્ષોી બહાર ખાઈ રહ્યા છે તો તેમને બહારનું ખાવાનું માફક આવે છે અને તેમનું વજન વધતું ની. પરંતુ આ એક ભ્રમ છે. મોટા ભાગે વેઇટલોસ પ્રોગ્રામવાળા લોકોને આ સત્ય ખબર હોય છે કે અઠવાડિયા સુધી મહેનત કરીને ઉતારેલા વજન પર ફક્ત એક ટંકના બહારના ભોજનને કારણે પાણી ફરી વડે છે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો જે દિવસે બહાર જમવા જવાનું હોય એ દિવસે સવારે ઊઠીને ખાલી પેટ વજન કરો.

બહાર જમી આવ્યા પછીના બીજા દિવસે એ જ રીતે સવારે ઊઠીને ભૂખ્યા પેટે વજન કરો તો ચોક્કસ સમજાશે કે એક ટંક બહાર જમવાી સીધું એકી દોઢ કિલો વજન વધી જાય છે. જો એના પર ધ્યાન દેવામાં આવે અને એક્સરસાઇઝ અને ડાયટ વડે ક્ધટ્રોલ કરવામાં આવે તો પણ આ એક ટંકના વધેલા વજનને ઓછું કરતાં ઓછામાં ઓછા ૪-૫ દિવસ લાગે છે.

શા માટે આવું ાય છે?

ઘરના અને બહારના જમવામાં આટલું મોટું અંતર કેમ છે સૌી મહત્વનો એ ફરક છે કે બહાર દરેક વસ્તુ ફ્રેશ વાપરવામાં આવતી ની. પ્રિઝવર્ કરેલી, કેનમાં રાખેલી, પેકેટ ફૂડ વગેરે વાપરવામાં આવે છે જેમાં ભરપૂર માત્રામાં સોડિયમ હોય છે. વધુ માત્રામાં સોડિયમ શરીરમાં વોટર રિટેન્શન માટે જવાબદાર બને છે, જેમાં શરીરનું પાણી બંધાઈ જાય છે જેી ફેટ્સનો ભરાવો ઈ જાય છે. આ ખોરાકમાં સ્વાદ લાવવા માટે વધુપડતું ઑઇલ, બટર, ચીઝ, ક્રીમ વાપરવામાં આવે છે; જેનો કેલરી ઇન્ટેક ઘણો વધારે હોય છે. આ ઉપરાંત એમાં સેચ્યુરેટેડ ફેટ્સ પણ હોય છે જે ખૂબ નુકસાનકારક સાબિત ાય છે.

શું કરવું?

એ વસ્તુ પ્રેક્ટિકલી શક્ય ની કે તમે બહાર ક્યારેય ખાઓ જ નહીં. સાવ બંધ કરી દો તો પણ ક્યારેક પાર્ટીના બહાને કે કોઈ પણ કારણસર બહાર જમવા જવાનું ાય જ છે. ત્યારે શું કરવું?

બહારનું ખાવાનું ખાઈને જે કેલરી ઇન્ટેક વધ્યો છે એને ઓછો કરવો અશક્ય છે. પરંતુ આ વધેલા કેલરી ઇન્ટેક અને શરીરને યેલા નુકસાનને વાળી લેવાના અમુક રસ્તાઓ છે.

૧. બને ત્યાં સુધી ડિનરના બદલે લંચ બહાર કરો. રાત્રે હેવી કેલરી લઈને સૂઈ જવું વધુ ખતરનાક છે.

૨. બને ત્યાં સુધી બહાર જે પણ ખાઓ એ ઓછી કેલરીનો હેલ્ધી ખોરાક પસંદ કરો.

૩. બહાર જમવાનું હોય ત્યારે એક ટંક બહાર જમો અને બીજે ટંક ફક્ત સૂપ કે ફ્રૂટ્સી કામ ચલાવો, જેી કેલરી ઇન્ટેક બેલેન્સ કરી શકાય.

૪. બીજા દિવસે બને ત્યાં સુધી શાકભાજી અને ફળો, ખાસ કરીને સેલડ વધુ ખાઓ. ફાઇબર વધશે તો પેટને ફાયદો શે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.