બ્યૂટી કોન્ટેસ્ટમાં ૬૦થી વધુ એન્ટ્રી: ફેશનીસ્ટાઓ વિખેરશે ફેશનનો જલવા

હેમુગઢવી હોલ ખાતે આવતીકાલે સાંજે ૮ કલાકે ભવ્ય ફેશનશો યોજાનાર છે. કોનુ એન્ડ મોનુસ બ્યુટી સલુન, આરડી ગ્રુપ તેમજ કોરયોગ્રાફર રાજેન બારડ અને મેઘા બારડ આયોજીત ફેશન શોમાં ૬૦ માનુનિઓ રેમ્પ વોક કરશે આ અંગે વધુ વિગત આપવા કોનુ એન્ડ મોનુસ બ્યુટી સલુનનાં સંચાલક કાજલ સોલંકી, મીનીત કુમાર સોલંકી, ઉપરાંત અંકિતા પરમાર, મેઘા વાઝા, ઉર્વીશા શીંગાળા અને કમલ રાઠોડે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હ્તી.

કાજલ સોલંકી અને મીનીતકુમાર સોલંકીના જણાવ્યા મુજબ રાજકોટમાં આ પ્રકારે ભવ્યાતીભવ્ય ફેશન શો પ્રથમવાર યોજવા જઈ રહ્યો છે. ફેશન શોમાં અલગ અલગ ૬ ગ્રુપ રાખવામાં આવ્યા છે. ૬૦ માનુનીઓ રેમ્પ વોક કરશે ૬૦ પૈકી ૫૦ સ્પર્ધકો રાજકોટના છે. બાકીના ૧૦ જૂનાગઢ, અમદાવાદ, સુરત અને જામનગરના છે.

રાજકોટમાં પણ મહિલાઓ જાગૃત થઈ પોતાના સ્વપ્ન સાકાર કરતી થાય તેમજ ફેશન બાબતે અવેર થાય તે હેતુથી ફેશનશોનું આયોજન કરવામાં આવ્યું છે. ફેશનશોને ફેમીલી સાથે નિહાળી શકાય તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ ને એન્ટ્રી માટે પાસ મેળવવાના રહેશે વધુ વિગત માટે મો.નં. ૯૯૦૪૦ ૮૭૪૫૯ ઉપર સહપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.