આજે ફેશન વર્લ્ડ એટલે કે ફેશન શો, રેમ્પ શો, મોડેલીંગ અત્યારનું સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર તથા તેટલું જ અઘરું ફિલ્ડ બનતું જાય છે.
આવા રસાકસી અને સ્પર્ધકોથી ધગમગતા માહોલમાં રાજકોટ માટે ગર્વ સાબિત થતી મીસ હેતલ માંકડિયાએ એક નહીં પરંતુ બે-બે ફેશન કોન્ટેસ્ટમાં પ્રાપ્તી હાંસિલ કરી છે.
રાજકોટમાં થયેલા ગુજરાત ફેશન સ્ટાર ૧૭માં મીસ એટીટયુડ અને વડોદરામાં હિતેશ આહુજા, સાદ ચન્ટ્રી અને મેઘાન્સુ જોશી દ્વારા આયોજન કરેલ એન્ડ હીડન ટેલેન્ટ ૧૭માં ૨૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ બેસ્ટ વોકનું ખિતાબ મેળવેલ છે.
આ સાથે હેતલ માંકડિયા જણાવે છે કે આ સફળતાની પાછળ તેમના માતા-પિતાનો સહયોગ ખુબ મહત્વનો છે અને સાથે-સાથે આ ઉપરોકત બંનેને શોના અસોસીએટ પાર્ટનર અને મેનેજમેન્ટ કંપની પાર્ટનર સામ્રાજયા ઈવેન્ટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લીમીટેડ જેના ફાઉન્ડર અને ડાયરેકટર મી.દિપક અડવાણી અને મીસ કિંજલ વાઘેલાનો મહત્વનો ફાળો છે.
આ સફળતા સુધી પહોંચાડવા તથા આ બન્ને શોના ફેશન કોર્ડીયોગ્રાફર મીસ કિંજલ વાઘેલાના માર્ગદર્શન માટે તેમની આભારી છું.