મુંબઈના સૌથી ખ્યાતનામ અને સ્ટાઈલીશ ઓપ્ટિશિયન્સ ગંગન આઈનેશન દ્વારા રાજકોટના કાલાવડ રોડ ખાતે ફલેગશિપ સ્ટોરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ ફેશન ડેસ્ટીનેશન સમાન સ્ટોરમાં ૨૦૦૦ કરતા વધુ વિશિષ્ટ કલેકશનથી લોકો ખુબ જ આકર્ષિત થયા છે.
મુંબઈના સૌથી સ્ટાઈલિશ ઓપ્ટિશિયન્સ ગંગર આઈનેશનના સીઈઓ પ્રજ્ઞેશ ગંગર સાથે, શહેરમાં ફલેગશિપ સ્ટોરના વિસ્તરણ પર એક વિશેષ મુલાકાત. ગંગર આઈનેશન, મુંબઈમાં સુપ્રસિદ્ધ સ્થળો પર તથા પ્રખ્યાત સ્ટોરો છે તેવા સ્ટોરની જ પ્રતિકૃતિ ફલેગશિપ સ્ટોરનું ઉદઘાટન રાજકોટમાં કાલાવડ રોડ ખાતે ખોલવામાં આવ્યો છે. આ બ્રાન્ડ, આપના શહેરમાં વિશ્ર્વસ્તરીય આઈવેર કેન્દ્રનું સર્જન કરવા માટે ટેકનોલોજી પ્રોડકટ ફેશનેબલ કલેકશન અને સેવાઓ પર ગંગર આઈનેશન સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે ચશ્માના અદ્યતન ફેશન કલેકશન સાથે અતુલનીય સેવાઓ આપતું આવુ રાજકોટનું પ્રથમ ડેસ્ટિનેશન બનશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘આ વિસ્તરણ મુખ્યત્વે શહેરના દૂરના અને સમીપના વિસ્તારો સુધી ન કેવળ ફેશન અને સ્ટાઈલનો વ્યાપ વધારવા માટે છે, પણ તે સાથે જ, લોકોને માટે અપ્રાપ્ય હતી તે ડિજીટલ આઈ કેર સેવાઓ પૂરી પાડવા માટે પણ છે. અમે વસ્તીથી આગળ વધીને પ્રત્યેક જણની આવશ્યકતાઓ માટે પ્રત્યેક વ્યકિતને તેમની વ્યકિતગત જરૂરિયાતો અનુસાર આઈવેરમાં અદ્યતન સોલ્યુશન્સ પુરા પાડવા માંગીએ છીએ. કંપનીના સીઈઓ પ્રજ્ઞેશ ગંગરે આશાવાદ અભિવ્યકત કરતા ઉમેર્યું. ‘અમે સમયની માંગ સમજી રહ્યા છીએ અને લોકોની આવશ્યકતાઓની પરિપૂર્તિ થવી જોઈએ.’
આ પ્રાયોગિક ડેસ્ટિનેશનમાં નિરીક્ષણ કરતા અમે ગંગર આઈનેશનમાં અદ્યતન આઈકોડ મીસ્મ્યુરમેન્ટ મશીન જોયું, જેના વિશે પ્રજ્ઞેશજીએ સમજાવ્યું કે, આ ૪-ડી નેત્ર-પરીક્ષણની અદ્યતન ટેકનોલોજી છે અને ફેશનેબલ સનગ્લાસીસ તથા ફેમ્સ ઉપરાંત ખરેખર ધ્યાન ખેંચતી વસ્તુઓ હતી. આઈ પાવર કહેવાતા વિભિન્ન વિભાગોમાં જે રીતે આઈવેર ગોઠવવામાં આવ્યા હતા, તે રસપ્રદ હતું. આમાંથી ફેમ્સ માટે આઈ પાવર વિભાગ છે. આઈ સ્પા વિભાગમાં સનગ્લાસીસ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આઈ એડવાઈસ વિભાગ પણ છે, જયાં યૂરોપીયન મશીનો અને ઉપકરણો વડે સંપૂર્ણ નેત્ર-પરીક્ષણ કરવામાં આવે છે. વળી, પ્રશિક્ષિત ઓપ્ટિશિયન્સની ટીમ સાથે પ્રશિક્ષિત ઓપ્ટોમીટીસ્ટ દ્વારા લેન્સ અંગે નિષ્ણાંત જાણકારીની વ્યવસ્થા કરવામાં આવી છે. ‘આઈ પ્લેય’ વિભાગ બાળકો માટે છે, આઈ ઝવેલ વિભાગમાં ડીઝાઈનર અને લકઝરી ફ્રેમો ઉપલબ્ધ છે. આ અનેક પ્રકારના વિભાગો બ્રાન્ડ માટે ખરેખર વિભિન્નતા પરિબળ પ્રસ્તુત કરે છે, કારણ એ ગ્રાહકોને તેમની પસંદગીની શોધખોળ કરવાની સુગમતા આપે છે અને નિશ્ર્ચિતપણે કાલાવડ રોડ ખાતે ગંગર આઈનેશનમાં ગ્રાહકોને મુલાકાત લેવાનું બહુ જ ગમશે.
પ્રજ્ઞેશે જણાવ્યું હતું કે, ગ્રાહકોના પ્રચંડ પ્રતિસાદે અમને શહેરમાં કાલાવડ રોડ પર બીજો સ્ટોર ખોલવા પ્રેરિત કર્યા છે, જયારે પહેલો સ્ટોર અત્યાર અગાઉ યાજ્ઞિક રોડ પર આવેલો છે, જેનું ઉદઘાટન ફેબ્રુઆરી ૨૦૧૬માં કરવામાં આવ્યું હતું. ઈમર્જિંગ ટેકનોલોજી કંપની, ગંગર આઈનેશન, પ્રારંભિક સ્વપ્નદ્રષ્ટાઓ તથા નિષ્ણાતોમાં સ્થાન ધરાવે છે. જેમણે હાઈડેફીનેશન વિઝન પ્રોડકટસની માંગણી પારખી છે, જે ચશ્માનું ભવિષ્ય છે અને જેણે આઈવેર ક્ષેત્રે વ્યકિતકરણ અને સ્ટાઈલિશ ઝેશનમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી દીધી છે. વર્ષ ૧૯૭૭માં મુંબઈ ખાતે પ્રસ્થાપિત અને મુંબઈના ૪૦ થી પણ વધુ સ્ટોર ધરાવતા ભારતના અગ્રગણ્ય ઓપ્ટિશિયન્સ ગંગર આઈનેશન, ગુજરાતમાં હજુ વધુ સ્ટોર સાથે ઝડપી વિસ્તરણના પંથે આગળ વધે છે. હાલમાં ૧૯ શહેરોમાં તેઓ ઉપસ્થિતિ ધરાવે છે.