આમ તો હવે દરેક લોકો ફેશનને લઈને દિવસે દિવસે સજ્જ થતાં જાય છે. સ્ટાઇલમાં આગળ વધવાની વાત કઈ આશ્ચર્યજનક નથી. પરંતુ શું પહેરવું શું ના પહેરવું એ પણ ખૂબ જ જરૂરી છે આપણે બોલિવૂડ તેમજ ટીવી સિરિયલમાંથી ઘણી વાર કોપી કરતાં હોય છીએ. તો ચાલો આજે આપણે કેટલીક એવિ ફેશન ટિપ્સ જોઈ જે તમારા 2019ને ખૂબ જ સુંદર બનાવશે.
૧) ટાઈટ કપડાં પહેરવાનું ટાળો : ટાઈટ કપડા ચામડીના રાગેને આમંત્રણ આપે છે. ફેશન વાળી લાઈફ સ્ટાઈલમાં લેડીઝ ટાઈટ જીન્સ અને એ પણ એકથી વધુ વખત પહેરે, લેગીસ વગેરે જેવા ટાઈટ કપડા પહેરે છે. જયારે જેન્ટસ પણ જીન્સ કે અન્ય ટાઈટ કપડા ધોયા વગર એકથી વધુ વાર પહેરે છે. જેના કારણે ધાધર થઈ શકે છે. ધાધરએ એક ચેપી રોગ છે. ઘરના એક સભ્યને થાય તો તેનો ચેપ ઘરનાં અન્ય સભ્યોને પણ થવાનું જોખમ રહે છે.
૨) ઓનલાઈન ખરીદી સાઈઝ ચાર્ટ વિના ન કરવી: ઓનલાઈન શોપિંગે ખાસ કરીને આળસવાળા દુકાનદારો માટે વિકલ્પોની વિશાળ શ્રેણી ખોલી છે, પણ તે ‘ખેદ ખરીદી’ ની લાગણી પણ લાવી છે. તમને ઓનલાઇન વસ્તુ ગમી તો તરત જાય છે પરંતુ શું તે તમારા માટે યોગ્ય છે ? શુંએ તમારા પર સારું દેખાશે ? ખરીદી કરવા પહેલાં કદ ચાર્ટ વાંચો અને ત્યારબાદ ખરી કરો.
૩) ફૂટવેર પર ધ્યાન આપો : જેમ આપણે કપડાંની સાથે મેચિંગ જેવ્લરી પહેરતાં હોય છીએ તેમ ફૂટવેર પણ ધ્યાન આપવું એટલું જ જરૂરી છે. કઈ જ્ગ્યા પર ક્યાં ફૂટવેર પહેરવા તે અગત્યનું છે .તમે પહાડી વિસ્તારમાં ગયા હોય ને સેન્ડલ કે કશું પહેર્યું હોય તો તે તમારા પગને નુકશાન કરી શકે છે.