• તીખા ગાઠીયા સેવ ચકરી ફાફડા તેમજ લાડવા, મોહનથાળ વિવિધ આઈટમનો ખજાનો
  • રૂ.120 થી લઈને રૂ.430 સુધીના ફરસાણનું વેચાણ

જન્માષ્ટમીના તહેવારો આવતાં  ફરસાણના સ્ટોલથી લગાવવામાં આવ્યા છે છે. ભીખા ગાંઠિયા સેવ બુંદી ફાફડા ફરસી પુરી ચકરી બુંદીના લાડવા લિસા લાડવા મોહનથાળ જેવી અનેક વેરાઈટીઓ બજારમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે ખાસ કરીને સીંગતેલમાં બનાવેલા ફરસાણ રૂ 485 શરૂ થાય છે તેમજ કપાસીયા તેલ માં બનાવેલ  340થી400 તેમજ બુંદીના લાડુ, લાસા લાડુ રૂ180 મોહનથાળ અને મેસુબ રૂ 250 કિલો બજારમાં મળી રહ્યો છે સાતમ આઠમ  પર્વ એ તહેવાર શરૂ થવાના બે-ત્રણ દિવસ અગાઉ  ઠેર-ઠેર ફરસાણના સ્ટોલની ભરમાર જોવા મળે છે. વર્ષે પણ જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને શહેરમાં ચોમેર ફરસાણના હાટડા ખુલ્યા છે.સામાન્ય રીતે શહેરમાં રૂ.200 થી 220 નું કીલો ફરસાણ મળી રહયું છે. પામોલીન તેલના ફરસાણનો વેચાણ વધારે થાય છે.

ગુણવતાયુકત ફરસાણ આપવા અમે  તત્પર: હરેશભાઈ

અબતક સાથેની વાતચીતમાં સંતોષ ફરસાણ વાળા હરેશભાઈ જણાવ્યુંં હતુ કે, અમે છેલ્લા 25 વર્ષથી દુકાન ચલાવી રહ્યા છે જે અંતર્ગત મિઠાઈઓમાં લાડવાની  વધારે માંગ છે. જેમાં બુંદીના લાડુ, મોતીચુરના લાડુ, લાસા લાડુ, ચુરમાના લાડું તથા કાજુકતરી, ટોપરાપાક માટે ગ્રાહકોની  પડાપડી જોવા મળે છે. રક્ષાબંધન પર્વે ભારે ભીડ ઉમટી હતી એ પરથી જન્માષ્ટમી પર્વે પણ ગ્રાહકોની માંગ વધે એવું અનુમાન  સેવી રહ્યા છીએ. તેથી ગ્રાહકોની  માંગને અનુલક્ષી તમામ વસ્તુઓ ગુણવતાસભર મળી રહે તે માટે અમે તત્પર છીએ.

બજરંગ ફરસાણમાં 100 આઈટમોનો ખજાનો: હસમુખભાઈ

અબતક સાથેની વાતચીતમાં બજરંગ ફરસાણના હસમુખભાઈએ જણાવ્યું હતુ કે, અમારી દુકાને  100 જેટલી આઈટમો ઉપલબ્ધ છે. જેમાં ફરાળી વાનગીઓ મિઠાઈઓ તથા જન્માષ્ટમી સ્પેશિયલ સાટા મળી રહેશે અમે 24 વર્ષથી મીઠાઈનો ધંધો કરી રહ્યા છીએ. તહેવારોમાં ગ્રાહકોનો ભારે જમાવડો દુકાને દેખાય છે. ગ્રાહકોને અવનવી વસ્તુઓ શુધ્ધ તેમજ ગુણવતાયુકત મળે તે માટે અમે તત્પર   છીએ.

લાઈવ ફરસાણનો ટ્રેન્ડ હજુ પણ અકબંધ: મુન્નાભાઈ ઠકકર

અબતક, સાથેની વાતચીતમાં કૈલાશ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ વાળા મુન્નાભાઈ ઠકકરે જણાવ્યું હતુ કે છેલ્લા 25 વર્ષથી અમે, ફરસાણનો ધંધોકરી  રહ્યા છીએ. સાતમ-આઠમના પર્વે તો ગ્રાહકો  અમારા સ્ટોલની રાહ જોતા હોય છે.  અમારી અન્ય  પણ બે બ્રાન્ચ છે. અમીન માર્ગ અને પુષ્કરધામ ખાતે છે. અમારે ત્યાં  છ પ્રકારના ફરાળી ચેવડા 4 પ્રકારની વેફર આ  ઉપરાંત  લાડવા, મિઠા સાટ્ટાની માંગ વધારે હોય છે. જે કોઈ સંસ્થા દાન આપવા માટે લાડુ, સાટાની કે અન્ય વસ્તુની ખરીદી કરે ત્યારે તેમને વ્યાજબી ભાવ આપવામાં આવે છે. વિવિધ અવનવી વેરાયટી સાથે લાઈવ ફરસાણને પ્રોત્સાહન આપીએ છીએ. ગ્રાહકોને લાઈવ ફરસાણમા વધુ રસ હોય છે.

આથી તેમની  માંગને  પહોચી વળવા તથા પોરબંદરનાં  પ્રખ્યાત  કારીગરો દ્વારા મીઠાઈઓ બનાવવામાં આવે છે. ગ્રાહકોને  ગુણવતાયુકત, રાહતદરે  ફરસાણ મળી રહે એ માટે અમે  તત્પર છીએ.

અવનવી ફરાળી વાનગી આપતું કૈલાશ ફરસાણ: પરેશ લિંબાસીયા

અબતક સાથેની વાતચીતમાં કૈલાશ ફરસાણનાં પરેશ લિંબાસીયાએ જણાવ્યું હતુ કે, છેલ્લા 44 વર્ષથી ફરસાણની દુકાન ચલાવી રહ્યા છે. સાતમ આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે ગ્રાહકોની ભારે ભીડ જામી છે. જેમા મોહનથાળ, ખાંડવી,  લાડવા રસપાતળા ઉંધીયુની વધારે માંગ વર્તાય છે. આ વખતે  નવીનમાં ચાઈનીઝ સમોસા જેવી અવનવી વેરાયટીની વધારે માગ જોવા મળી રહી છે. આ ઉપરાંત ફરાળી વાનગી  ફરાળી ખાખરા, ફરાળી બિસ્કીટ ફરાળી  ભાખરી, સહિતની  વસ્તુઓગ્રાહકો માટે લઈને આવ્યા છીએ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.