૯૦ સોમનાથના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ આવેલ તાઉતે વાવાઝોડાથી ખેતી તથા માછીમારોને થયેલ નુકશાનીનું ૧૦૦% વળતર ચૂકવવા સરકારમાં ધારદાર રજૂઆત કરવામાં આવી છે.
૯૦ સોમનાથના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ આવેલ સમગ્ર ગુજરાતમાં તાઉતે નામનું વાવાઝોડું આવેલ હતું જેનું કેન્દ્ર બિંદુ ગીર સોમનાથ જિલ્લાનું હોય અને આ વાવાઝોડાના કારણે ૯૦ સોમનાથ મત વિસ્તારના શહેર તથા ગ્રામ્ય વિસ્તાર અને બંદર વિસ્તારના માછીમારોને અતિ પારાવાર નુકશાન થયેલ છે અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વિનાશ સર્જેલ છે, જે અન્વયે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગ્રામ્ય તથા શહેરની રૂબરૂ મુલાકાત લીધેલ હતી જેમાં ખેતીને લગતા પાકો જેવા કે મગફળી, બાજરી, તલ, અડદ, મગ, શેરડી, તથા બાગાયતી પાકો જેવા કે કેળ, આંબા, નાળિયેરીમાં અતિ ભારે નુકશાન થયેલ છે અને ઉનાળુ પાકોની ઉપજ લઈ શકાય તેમ નથી જેથી ખેડૂતોને આર્થિક ઘણું નુકશાન થયેલ છે.
આમ એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ વાવાઝોડાનો વિનાશ થયેલ છે, જેથી ખેડૂતો ક્યાય ના રહ્યાં નથી, તેઓને ૧૦૦ ટકા પાક નુકશાનીનું વળતર મળે અને વેરાવળ બંદર વિસ્તાર ની મુલાકાત દરમિયાન નાની મોટી બોટોમાં પણ ભાંગ તૂટ જેવું મોટાપાયે નુકશાન થયેલ છે, તથા વાવાઝોડાના કારણે જે બોટો કિનારા ઉપર બાંધેલ હતી અને વાવાઝોડાના કારણે કલાકના ૧૬૦ કિમીની ઝડપે પવન ફૂકાયેલ હતો, જેના કારણે મોટાભાગની બોટો સાંકળ તોડાવી બંદરની બહાર નીકળી ગયેલ હતી, અને અંદરો અંદર અથડાઇને બોટોમાં ભાંગતુટ જેવુ ૮૦% નુકશાન થયેલ છે.
તે પૈકી બોટ કંકાવટી માલિક બાબુભાઇ દેવાભાઇ ચોમલ રજી નં, IND/ GJ-11MM 3262 તથા બોટ સોમનાથ કૃપા માલિક ગીતાબેન રમેશભાઈ વરીદુમ રજી નં, IND/ GJ-11MM 9825 તથા બોટ જાગૃતિ માલિક તુલસીભાઈ જાદવભાઈ કોટિયા રજી નં, IND/ GJ-11MM 4014 આ ત્રણે બોટો માં ૮૦% જેટલું નુકશાન જેવુ કે બોટોના સાઈડના પડખા તૂટી જવા, કેબિન તૂટી જવી તથા જાળ, એન્જિન, લંગર, દોરી, પંખા, વગેરેમાં અતિ પારાવાર નુકશાન થયેલ છે, અને ૮૦% બોટો ડેમેજ થયેલ છે, જેથી આ બોટોને ફરી કિનારે લાવી જેનું સમારકામ/રિપેરિંગ કરી ચાલુ કરવાની થાય છે જેથી તેઓ માછીમારોના રોજીરોટીનું સાધન જૂટવાય ન જાય અને તેમનું તથા તેમના કુટુંબનું જીવન નિર્વાહ સારી રીતે કરી શકે જેથી આ ગરીબ માછીમારોના પરિવારોને સરકારમાંથી વહેલી તકે ૧૦૦% સહાય મળે તેવી મુખ્યમંત્રીને ધારદાર રજૂઆત કરવામાં આવી છે.