ખેડૂતોમાં રોષ: મુખ્યમંત્રીને રજુઆત કરતા અરવિંદભાઈ લાડાણી

અરવિંદભાઈ મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવેલ કે રાજયમાં ટપક અને ફુવારાની સંસ્થા દ્વારા જે ભાવો નકકી કરવામાં આવે તેમાં જીજીઆરસી અને કંપની દ્વારા ઉંચા ભાવ રાખવામાં આવે છે. અનેક કેન્દ્ર સરકાર દ્વારા ૧/૭/૨૦૧૭ બાદ જીએસટી લાગુ કરવામાં આવ્યું છે. કાચા માલ પર ૧૨.૫ એકસ એકસાઈઝ ડયુટી લાગતી હતી પરંતુ કાયદાની નવી જોગવાઈ મુજબ જીએસટીમાં ૧૮% ટેકસ લાગે છે. કંપનીને રીફંડ મળે છે. એટલે જીજીઆરસી પોતાના ભાવમાં ૪/૮/૨૦૧૭ના રોજ ઘટાડેલ છે પરંતુ તેમાં કંપની અને જીજીઆરસીની મીલીભગતના કારણે નહીવત ઘટાડેલ છે. ટપક પદ્ધતિના સિસ્ટમમાં ટોટલ ખર્ચની અંદર ૭૦ જેટલો ખર્ચ નળીનો ખર્ચ આવે છે અને ૩૦ ખર્ચ બીજી તમામ વસ્તુ આવે છે. નળીમાં માત્ર ૩% ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે અને બાકીની વસ્તુમાં ૮% ઘટાડો કરવામાં આવ્યો છે. જીજીઆરસી દ્વારા જાણી જોઈને નળી ઉપર ઉંચા ભાવ રાખીને કંપનીને નફો કમાવવા દેવામાં આવે છે.

ખરેખર ટપક પદ્ધતિની વસ્તુમાં ૧/૧/૨૦૧૬ના ભાવ પ્રમાણેમાં ૧૨.૫ % ઘટાડો થવો જોઈએ અને વધુમાં અરવિંદભાઈ લખેક કે જે ભાવો નકકી થાય છે તેમાં કમિટી સભ્ય તરીકે ખેડૂત પ્રતિનિધિ તેમજ વિરોધ પક્ષના નેતા તેમજ એન.જી.ઓ.વગેરેને સાથે ભેગા રાખીને નકકી કરવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.