એસએમએસ દ્વારા ખેડૂતોને જાણકારી અપાશે: હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાશે: પ્રોજેક્ટ હેઠળ હજારો ખેડૂતોને ફાયદો થશે
રાજ્ય અને દેશના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ હવે ખેડૂતોને ખેતીમાં ફાયદો કરાવવા માટે મદદ કરવા એક નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે. જેમાં ખેડુતોને જખજ દ્વારા હવામાનની આગાહીની જાણકારી આપવામાં આવશે. આ સેવા એકદમ નિશુલ્ક રહેશે. જેની માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે.
હવામાન વિભાગ હાલ જે પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું છે તેમાં ખેડૂતોને દેશના કોઈપણ ખુણામાં તેમના ગામમાં આગળ પાંચ દિવસના વરસાદ, તાપમાન અને હવાની સ્પીડ સહિતની હવામાનની જાણકારી પૂરી પાડવામાં આવશે. ખેડૂતો માટે હવામાન વિભાગની એક સિલેક્ટેડ ટીમ કામ કરશે અને જખજ દ્વારા રાજ્ય પ્રમાણેની ભાષામાં જાણકારી આપવામાં આવશે. ભારતીય હવામાન વિભાગની આ જાણકારીથી ખેડૂતોને ખેતીને લગતી બાબતો અને ખાતરનો ઉપયોગ, સિંચાઇ જેવી બાબતોમાં નિર્ણય લેવાની ખબર પડશે. તો વળી ખેડૂત સિવાય સામાન્ય વ્યક્તિ પણ ફોન નંબરનો ઉપયોગ કરીને પોતાના વિસ્તારના હવામાન વિશેની માહિતી મેળવી શકશે.
હાલ હવામાનની આગાહીને લઈ શું છે વ્યવસ્થા?
રાજ્ય અને દેશના નોંધપાત્ર ખેડૂતો પાસે હાલ સ્માર્ટફોન ન હોવાથી તેઓ હવામાનની જાણકારી મેળવી શકતા નથી. જોકે જિલ્લા પ્રમાણે તેમણે સંબંધીત વિભાગ દ્વારા જાણ કરવામાં આવતી હોય છે. પરંતુ હવે નવી યોજના મુજબ આ જાણકારી તેમણે તેમના મોબાઈલમાં જ આપવામાં આવશે. હાલમાં ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટેરોલોજી અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની એક સયુંકત પહેલ દ્વારા મોબાઈલ એપ મેઘદૂત અંગ્રેજી અને સ્થાનિક ભાષામાં કૃષિ પાક અને પશુઓ સંબધિત જિલ્લા કક્ષાએ માહિતી પૂરી પડે છે.