વર્ષ ૨૦૧૯માં અતિવૃષ્ટિ થવાને કારણે ખેડુતોને તકલીફ પડી હતી તેમજ અડધુ વર્ષ શઆતમાં વરસાદ ન થવાને કારણે પણ ખેડુતોને તકલીફ પડી હતી. પરંતુ રાજય સરકાર દ્વારા અછત માટે જે સહાય ચૂકવણીમાં આવી તથા અતિ વૃષ્ટિને કારણે પણ થયેલી નુકશાનની સહાય ચૂકવવામાં આવી છે. જેનાથી ખેડુતો અને આમ જનતાને લાભ થયો છે. તથા હજી ઘણા લોકોના વીમાના પ્રશ્ર્નો દૂર થાય તેવી અમારી પ્રયાસ રહેશે. સરકાર જે રીતે ખેડૂતોને લાભ આપવા માટે પ્રયત્નશીલ છે ત્યારે સરકારની તમામ લાભકારી યોજનાઓ લોકો સુધી નિયમીત સમયમાં પહોંચાડવામાં આવે તે દિશામાં પગલા લેવામાં આવશે. આવનારુ નવુ વર્ષ હરેક વર્ગ માટે સુખમય અને શાંતિમય બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.