મુખ્યમંત્રી – કૃષિમંત્રીને પત્ર લખી પ્રશ્ન ઉઠાવતા માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવિંદ લાડાણી

ડેમોમાંથી પાણી છોડાતા ખેતરોના પાક ઘોવાયા, જે સહાયની યોજનામાં સ્પષ્ટતા કરવી ખેડુતોના હિતમાં ગણશે: લાડાણી

ખેડૂતોના હિતરક્ષણ માટે તાજેતરમાં ગુજરાત સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલી બનાવેલ છે. આ યોજના અંતર્ગત અનાવૃષ્ટિ (દુકાળ), અતિ વરસાદ અને કમોસમી વરસાદ  (માવઠું ) એમ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે અને નુકસાનીનું જોખમ ઊભું થાય તો સરકાર સહાય પેઠે અમુક રકમ નિયત કરેલી છે જેમાં ૩૦ થી ૬૦ ટકા સુધી અથવા ૬૦ ટકાથી વધારે નુકસાન થાય તો એક હેક્ટરે ૨૦ થી ૨૫ હજાર રૂપિયા નું વળતર ખેડૂતોને આપવા પરિપત્ર જાહેર કરેલો છે

આ યોજના બાબતે માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂતોના ખરા હિતેચ્છુ એવા અરવિંદભાઇ લાડાણી એ ગુજરાત ના મુખ્યમંત્રી ને આવેદનપત્ર પાઠવી પ્રશ્ર્ન ઊભો કરતા જણાવેલ છે કે આપની આ યોજના તો ” ભાગ્ય મળવા માટે બોલાવેલ અને પગ ભાંગી જાય તેવી છે ” કારણ કે કુદરતી આપતિ સમયે થયેલ નુકસાનની વાત આ યોજના માં છે પરતું સરકારી આપતિ આવે તો ખેડૂતો ને કાંઇ મળવાની વાત નથી

લાડાણી એ વધુમાં જણાવેલ છે કે ગુજરાત માં પડેલા વરસાદ થી જે મોટા ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું અને ખેડૂતોના ખેતરો સાથે પાક ધોવાઈ ગયો છે જે ૧૦૦ ટકા જેવી નુકસાની ગણાય છે. આ સરકારી આપતિ કહેવાય તો આવા ખેડૂતોને લાભ મળશે કે કેમ?

આ યોજના માં ડેમોમાંથી પાણી છોડી માનવસર્જિત આપતિ સમયે ખેડૂતોને સહાય મળે તેવી વાત નથી માટે સરકારે આ અંગે ચોખવટ કરવી ખેડૂતો ના હિતમાં ગણાશે સૌરાષ્ટ્ર ના ધેડ વિસ્તાર તેમજ માણાવદર, વંથલી તથા કુતિયાણા તાલુકાના ગામડાંઓમાં વરસાદ તથા સરકારી આપતિ ને કારણે ખેડૂતોનો પાક સાફ થઇ ગયેલ છે તો શું આપની આ યોજના નો લાભ આવા ખેડૂતોને મળશે કે નહી મળે તે અંગે સ્પષ્ટતા કરવા અરવિંદભાઇ લાડાણી એ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રી વગેરે ને પત્ર પાઠવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.