નાનામાં નાના ખેડૂત ને વાર્ષિક રૂપિયા ૧૦ હજાર થી વધુ નો ચોખ્ખો ફાયદો થશે: મોહનભાઈ પટેલ
સુરેન્દ્રનગર વઢવાણ માર્કેટિંગ યાર્ડ મા હાલ લાખો રૂપિયા ના વિકાસ ના કામો ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ માર્કેટિંગ યાર્ડ મા હાલ ડાયરેક્ટરો દવારા વઢવાણ માર્કેટિંગ યાર્ડ વધુ ને વધુ વિકસે અને બાર ના વેપારીઓ વેપાર કરવા અને ખેડૂતો ને પોતાના ઉત્પાદન ના વધુ ને વધુ ભાવ મળે તેવા પ્રયત્નો કરવા મા આવી રહ્યાં છે.
ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડમા સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ દીગજ નેતાઓ દવારા ડિઝલ પંપનું ખાતમુહર્ત કરવામા આવિયું હતું.જેમાં પૂર્વ મંત્રી રણજીત સિંહ ઝાલા , પૂર્વ ધારા સભ્ય ધનરાજ ભાઈ કેલા અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન મોહન ભાઈ પટેલ દવારા આજે માર્કેટિંગ યાર્ડમા ડિઝલ પંપ નું ખાત મુહુર્ત કરવા મા આવિયુ હતું. જેના કારણે ખેડૂતો ને ૨ રૂપિયા નીચા ભાવે ડિઝલ આ પંપ પરથી મળશે. ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મોહનભાઈ પટેલએ જણાવ્યું હતું કે નાનાથી નાના ખેડૂત ને એક વર્ષમા આ ડિઝલ પંપ ના કારણે ૧૦ હજારથી વધુ રકમનો ચોખો ફાયદો થશે અને ખેડૂતોની ઉત્પાદન કરવાના ખર્ચ ની પડતર પણ નીચી આવશે જેના કારણે વઢવાણ તાલુકાના ખેડૂતો વધુને વધુ મજબૂત બનશે.
વઢવાણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા માર્કેટીંગયાર્ડમાં કૃષી ઉત્પાદનો લઇને આવતા ખેડૂતોને માલની હેરાફેરી ખર્ચમાં રાહત મળે તે માટે યાર્ડમાં ડિઝલ પંપ બનાવવાનું યાર્ડના ચેરમેન મોહનભાઇ પટેલ સહિતની ટીમે આયોજન કરાયુ છે. ત્યારે આજરોજ માર્કેટીંગયાર્ડમાં બપોરે પંપના ખાતમુર્હૂતનો કાર્યક્રમ યોજાશે.
આ પ્રસંગે અક્ષરપુરૂષોતમ મંદિરના ધર્મચિંતનદાસજી કોઠારી સ્વામી, રણજીતસિંહ ઝાલા, ધનરાજભાઇ કૈલાના હસ્તે ખાતમુહુર્ત કરાવાશે. આ પંપ કાર્યરત થઇ ગયા બાદ વાહનો લઇને આવતા ખેડૂતોને બજારભાવ કરતા બે રૂપીયા સસ્તુ ડિઝલ મળશે. આ આયોજનને સફળ બનાવવા મોહનભાઇ પટેલ, તુલસીભાઇ ભુતડા તથા યાર્ડના બોર્ડઓફ ડાયરેકટ પ્રયાસ કરી રહ્યા છે.