કાર્યકર્તાઓનો અભિનંદન સાથે આભાર વ્યકત કરતા હોદ્દેદારો
રાજકોટ જીલ્લાની જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલીકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો કેશરિયો છવાતા રાજકોટ જીલ્લા કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા ની આગેવાનીમાં કેશરીયા જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો.
રાજકોટ જીલ્લા પ્રભારીમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ કેશરીયા વિજયને વધાવતા જણાવ્યું હતું કે, ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રે ભાજપએ કરેલા અનેકવિધ યોજનાથકી વિકાસકાર્યોની જીત છે. તેમજ કાર્યકર્તાઓએ રાત-દિવસ જોયા વગર ભારતીય જનતા પાર્ટીના વિકાસકાર્યોને લોકો સુધી પહોચાડીને યોગ્ય જગ્યાએ યોગ્ય માહિતી જન-જન સુધી પહોચાડેલ જેને કારણે ભાજપાનો ભવ્ય વિજય થયો છે. કાર્યકર્તાઓને અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો છે.
આ તકે જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોનીએ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અભિનંદન સહ આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ જીલ્લાના ખેડૂતોએ કોંગ્રેસના નકારાત્મક પ્રચારને જાકારો આપીને ભાજપાનો ભગવો લહેરાયો છે. તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, જીલ્લા ચૂંટણી ઇન્ચાર્જ ચેતનભાઈ રામાણી, ચંદુભાઈ શિંગાળા, સંજયભાઈ ત્રાપસીયા, ડો.દીપકભાઈ પીપળીયા, વિનુભાઈ પરમાર, ગીરીશભાઈ પરમાર, મુકેશભાઈ તોગડીયા, બાબુભાઈ નસીત, હિતેશભાઈ ચાવડા, મુકેશભાઈ કમાણી, નિશિતાબેન ગોંડલીયા, હરેશભાઈ મકવાણા, મનોજભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ પાડલીયા, મનહરભાઈ બાબરિયા, પ્રાગજીભાઈ કાકડિયા, અરુણભાઈ નિર્મળ, જીગ્નેશભાઈ પટોળીયા, અલ્પેશભાઈ અગ્રાવત, જયેશભાઈ પંડ્યા, નરોત્તમભાઈ ડોબરિયા, અમૃતભાઈ દેવમુરારી, તન્મયભાઈ ઉપાધ્યાય, વિકાસભાઈ, અલ્પેશભાઈ અગ્રાવત, વિવેકભાઈ વિરડીયા, કિશોર ચાવડા સહીતના જીલ્લા તથા મંડલના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સહીત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપાના વિજયના વધામણા, આતશબાજી તેમજ મીઠા મોઢા કરાવીને વિજયોત્સવ મનાવ્યો હતો. આ તકે રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોને ભ્રમિત કરવા નેગેટીવ પ્રચાર કરીને ખેડૂતોને ભ્રમિત કરવા નીકળ્યા હતા. કોંગ્રેસની નેગેટીવ વાતોને પ્રજાએ મતદાનરૂપી જવાબ આપીને કોંગ્રેસને ધોબી પછાડ આપીને કોંગ્રેસમુક્ત રાજકોટ જીલ્લો કરી નાખેલ છે. મહાનગરપાલિકા બાદ રાજકોટ જીલ્લાની ચૂંટણીમાં ભાજપનો પ્રચંડ કેશરિયો વિજય થયો છે અને કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. રાજકોટ ગ્રામ્યની જનતાએ ભાજપાએ કરેલા વિકાસ કાર્યો ઉપર વિશ્વાસ મુકીને ભાજપાને ભવ્ય વિજય અપાવ્યો છે.