ઉત્તરપ્રદેશ બાદ અન્ય રાજયો પણ ખેડૂતોના ધિરાણ માફ કરવા માટે તૈયારી દાખવતા આરબીઆઈ ગવર્નર ઉર્જીત પટેલ ખફા

ઉત્તરપ્રદેશ બાદ દેશના અન્ય રાજયોમાં પણ ખેડૂતોના ધિરાણ માફ કરવાની તૈયારી સરકાર કરી રહી છે. રાજય સરકારોના આ વલણી આરબીઆઈ ગવર્નર ઉર્જીત પટેલ નારાજ છે. ખેડૂતોને ધીરાણ માફ કરવાનો નિર્ણય સારાને ખરાબ તરફ લઈ જશે તેવો મત ગવર્નર પટેલનો છે.

હજુ વધારે રાજયો ખેડૂતોના ધીરાણ માફ કરવાનો નિર્ણય લેશે તો તેની સીધી અસર દેશના ર્અતંત્રને શે. ર્અતંત્ર ઉપર ભારણ આવશે અને રાષ્ટ્રીય બેલેન્સ શીટ બગાડશે તેવો ડર પણ ઉર્જીત પટેલને સતાવી રહ્યો છે.

તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના દ્વારા ખેડૂતોને ‚ા.૩૬૦૦૦ કરોડનું ધીરાણ માફ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમના આ નિર્ણયી નકલ પંજાબ અને મહારાષ્ટ્ર સરકારે પણ કરવાનો નિર્ણય લીધો હતો. રાજય સરકારોના આ નિર્ણયી ક્રેડીટ ડિસીપ્લીનને અસર શે અને ભવિષ્યમાં ધીરાણ માંગનારાઓને મુશ્કેલી શે તેવું ઉર્જીત પટેલનું કહેવું છે. ધીરાણ માફ કરવા મામલે તેમણે કહ્યું હતું કે, તેઓ કરદાતાઓના નાણા ધીરાણ માફ કરવામાં વાપરી રહ્યાં છે. જો તેની ગણતરી કરીએ તો સરકારની તકલીફ વધશે. સરકારના બોન્ડ ઉપર પણ માઠી અસર શે.

ખેડૂતોના ધીરાણ માફ કરવાના નિર્ણયને વખોડવાની હિમ્મત દાખવનાર ઉર્જીત પટેલ પહેલા એસબીઆઈના ચેરમેન અ‚ંધતી ભટ્ટાચાર્ય પણ સરકારના આ નિર્ણયોી નિંદા કરી હતી. સરકાર ધીરાણ માફ કરશે તો ભવિષ્યમાં લોન લેવા આવનાર લોકોની અપેક્ષા પણ સરકાર પાસે તેવી જ રહેશે લોન ચૂકવણી સમયે લોકો ચૂંટણીની રાહ જોશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.