વીજળીના ટીખારા પડતા ખેડૂતના પકવેલ ૧૦૦ મણ મગફળી અને ૨૦૦ મણ લસણનો નુકસાન

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની સીમ વિસ્તારમાં આવેલ ખેડૂતની વાડીએ આજે ચાર વાગ્યાની આસપાસ ભારે પવન ફુંકાવાના કારણે બે જીવતા વીજ વાયર ભેગા થઈ જતાં તેના તીખારા ખેડૂતની ઓરડી પર પડતા આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બાજુમાં બાંધેલ એક ગાય અને ત્રણ વાછરડાં આગની ઝપટે આવી ગયા હતા અને ગાયનું મોત નીપજ્યું હતુ. જ્યારે ત્રણ વાછરડાને પશુ ડોક્ટર દ્વારા સારવાર આપવામાં આવી રહી છે જયારે ઓરડીમાં પડેલ ૧૦૦ મળ મગફળી અને ૨૦૦ મળ જેટલું લસળ બળીને ખાખ થઈ ગયું હતું.

જાણવા મળતી વિગતો મુજબ આજે સાંજના ચાર વાગ્યાની આસપાસ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામની સીમ વિસ્તારમાં આવેલ ભાવસંગભાઈ ગફલભાઈ રાજપુતની ગાડીના સેઢા પરથી પસાર થતી વીજલાઈનના તાર ભારે પવનના કારણે ભેગા થતાં તેના ટીખારા વાડીમાં આવેલ ઓરડી પર અને વાડીની ફરતે બનાવેલ કાંટાળી વાડ પર પડતાં આગ લાગી હતી.

આ આગના કારણે વાડની બાજૂમાં બાંધેલ એક ગાય અને ત્રણ વાછરડા આગની ઝપટમાં આવી જતાં ગાયનું મોત નીપજ્યું હતુ. જ્યારે તાત્કાલિક પશુ ડોક્ટર ઘટનાસ્થળે દોડી આવી ઈજાગ્રસ્ત વાછરડાઓને તાબડતોબ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

આગના આ બનાવના કારણે ખેડુતે રાત દિવસ એક કરી જમીનમાં પકવેલ ૧૦૦ મળ મગફળી અને ૨૦૦ મળ જેટલુ લસણ સારા કિમતની આસાએ ઓરડીમાં રાખ્યુ હતું પરંતુ ઓરડી પર ટીખારા ખરવાને કારણે લાગેલી આગમાં ખેડુતની પરસેવાની કમાણી પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.