ખેતલા આપા બે સ્થળોએથી લેવાયેલા દૂધના નમૂનામાં ફેટનું પ્રમાણ ઓછુ જણાયું: નેવીલ ખાખરા અને માર્ગેજીનના સેમ્પલ પણ નાપાસ

રાજકોટમાં બહુ પ્રખ્યાત એવી ખેતલા આપા ચા પીવી જોખમી હોવાનું પુરવાર થયું છે. મહાપાલિકા દ્વારા શહેરમાં બે સ્થળોએથી ખેતલા આપા લેવાયેલા દૂદના નમૂના નાપાસ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આટલું જ નહીં ખેતલા આપા સ્વચ્છતાના ધોરણો જાળવી રાખવા પણ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત નેવીલ ખાખરા અને ક્રિમ લાઈટ ધ લાઈ ટેસ્ટ માર્ગેઝીનના નમૂના પણ ફેઈલ ગયા છે.આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા રાજય સરકારની સુચના મુજબ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરના કાલાવડ રોડ પર પરિમલ સ્કૂલની સામે આવેલા તુલસી એપાર્ટમેન્ટમાં મુલાભાઈ વસ્તાભાઈ વકાતરની માલીકીની ખેતલા આપા દૂધનો નમૂલો લેવાયો હતો જે પરિક્ષણમાં નાપાસ જાહેર થયો છે. આ ઉપરાંત કોઠારીયા રોડ પર નિલકંઠ કોમ્પલેક્ષમાં જગદીશભાઈ રાઠોડની માલીકીની ખેતલા આપા મીકસ દૂધનો નમૂનો લેવાયો હતો જે પણ નાપાસ જાહેર થયો છે. દૂધમાં ફેટ અને એસએનએફનું ઓછું પ્રમાણ કે પાણીની ભેળસેળ કરવામાં આવી હોવાની શંકા છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત પંચાયત ચોકમાં નીતાબેન મયુરભાઈ વિરાણીની માલીકીના ફરાળી ખાખરાનો નમૂનો લેવાયો હતો. જે મીસ બ્રાન્ડેડ લેબલ પર ન્યુટ્રીશન વેલ્યુ દર્શાવવામાં ન આવતા ફેઈલ જાહેર કરાયો છે. કોઠારીયા રોડ પર મીલન હોટલ પાસે ડાયાભાઈ વજાભાઈ બાભલાની કનૈયા ડેરી ફાર્મમાંથી પ્રિમીલાઈટ ધ લાઈ ટેસ્ટ માર્ગેઝીનનો નમૂનો લેવાયો હતો જેમાં ફેટનું પ્રમાણ નિયત ધોરણ કરતા ઓછુ લેબલમાં આર્જીમન ઓઈલ ફ્રી દર્શાવવામાં ન આવતા નમૂનો ફેઈલ થયો છે. તમામ આસામીઓ સામે ફૂડ એન્ડ સેફટી એકટ મુજબ નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.