અતિવૃષ્ટ, કમોસમી અને કોરોનાથી જગતનો તાત મુંઝાયો: સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સંવેદના ખેડૂતોની વહારે
વિશ્ર્વ વ્યાપી કોરોનાના વાયરસને અથવા વડાપ્રધાન મોદી દ્વારા તા.૧૪ એપ્રિલ સુધી દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. શિયાળુ પાક તૈયાર છે ત્યારે શ્રમિકો પોતાના વતન તરફ વાટ પકડી અને ઘઉં કાપવાના હાર્વેસટટની વ્યવવસ્થા નથી તેમજ યાર્ડ બંધ હોવાથી તૈયાર માલ કયા સાચવવો સહિતનો મામલે ઘટતી પુત્ર સાથે જાણે આભ ફાટયુ હોય તેવી સ્થિતનું નિમાણ થયું છે.
ઘરતી પુત્રને જાણે ચાલુ વર્ષ એક પછી એક સામનો કરવો પડતો હોય તેમ જેમા પ્રથમ અતિવૃષ્ટીથી મગફળી અને કપાસ સહિત ખરીફ પાકમાં નુકશાન થયુ હતુ બાદ કમોસમી વરસાદ અને વાતાવરણથી શિયાળુ પાકને મોડું વાવેતર થયું હતું. ડુંગળીનો પાક બજારમાં આવતા ભાવ ગગડતા ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા હતા. કોરોના મહામારીથી બચાવા લોકો એક બીજાના સંપર્કથી દૂર રહેવા વડા પ્રધાન દ્વારા ૨૧ દિવસ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે જેના પગલે માર્કેટીંગ યાર્ડ સહીત જનજીવન ઠપ છે.
શિયાળુ પાક ઘંઉ, ચણા, જીરૂ, ઘાણા, લસણ અને ડુંગળી સહિતનો પાકે લગાવાનો સમય પાકી ગયો છે. પરંતુ મોટાભાગના શ્રમિકો ધૂળેટીની રજામાંથી પરત ફર્યા નથી તેમજ લોકડાઉનને લીધે અનેક શ્રમિકો પોતાના વતન જવા આના થતા ખેડૂતોને પડયા પર પાટુ પડયું છે.
ઉપરાંત યાર્ડ બંધ હોવાથી તૈયાર જણસ ખેતરમાં પડી હોવાથી કમોસમી વરસાદથી ખેડૂતોને મોઢે આવેલા કોળીયો છૂટવાયો છે. તેમજ ખેડૂતો પાસે મજૂરના બિયારણ અને દવા તેમજ પોતાની જવન જરૂરીયાતના પૈસા ન હોવાથી આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે.
સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજયમા સંવેદન ખેડૂતની દેખભાવ લેવા ચૂટણી ટાણે મત લેવા આવતા ભાજપ-કોંગ્રેસના એક પણ સંવેદનરીન નેતા નરી દેખાતા ધરતીપુત્રમાં રોષ દેખાય રહ્યો છે. કોરોનાને પગલે લોકડાઉનથી તંત્ર હરકતમાં આવ્યું છે. તેમ છતા ગામડામાંથી દૂધ, શાકભાજી, અને જીવન જરૂરીયાત ચીજવસ્તુઓ પહોંચાડી રહ્યું છે તેમ છતા ગામડાના લોકોની પરવા કરવામાં આવતી નથી.
ઉનાળુ વાવેતરનો સમય ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતો બિયારણ અને દવા લેવા માટે આર્થિક જરૂરિયાત હોવાથી સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવે તેવી ધરતીપુત્રોની માંગ ઉઠવા પામી છે. ડુંગળી અને લસણનો પાક લાંબા સમય સુધી રહેતો ન હોવાથી બગડી જાય છે. લોકડાઉન બાદ યાર્ડ જયારે ધમધમતા થશે ત્યારે એક સાથે શિયાળુ પાકની આવક થશે અને ખેડૂતોની આર્થિક જરૂરીયાતથી ખેડૂતો ગમે તે ભાવે વેચવા મજબુત બનશે અને યાર્ડના સીધીશો દ્વારા આગોતર આયોજન કરવું જરૂરી છે.
તરબુચ અને ટેટીના તૈયાર પાક વાહન વ્યવસ્થાના અભાવે બગડી રહ્યો છે
ડેમના કાંઠાળ વિસ્તારમાં તરબુચ, દાડમ અને સાકર ટેટી પકવતા ખેડુતોની લોકડાઉનથી કપરી સ્થિતિ થઇ છે. તરબુચ અને ટેટીનો પાક લાંબા સમય સુધી રહી નહી શકવાથી બગડી જાય છે. વાહન વ્યવહાર ઠપ્પ અને શ્રમિકો વાતની વાટ પકડી હોવાથી ખેડૂતોને મોઢે આવેલો કોળીયો ઝુંટવાયા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ અંગે સરકાર દ્વારા ખેડુતોને તાત્કાલીક વ્યવસ્થા કરી આપી જરુરી છુટછાટ આપવામાં નહીં આવે તો ખેડુતો કોરોનાના કહેર વચ્ચે કંગાળ બની જશે તેમ ખેડુતો જણાવી રહ્યા છે.
શિયાળુ પાક અને શાકભાજીની હરરાજીનો પ્રારંભ: માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ડી.કે.સખીયા
કોરાનાને પગલે લોકડાઉનથી જીવન જરૂરીયાતનો પુરવઠો જળવાય રહે અને ખેડુતોનો પાક બગડે નહી તે માટે રાજય સરકાર દ્વારા તૈયાર પાક અને શાકભાજી સહિતની અવર જવરમાં છુટછાટ આપવામાં આવતા રાજકોટ માર્કેટીંગ યાર્ડના શાકભાજી વિભાગમાં રાત્રિના ૧ર થી બપોરના ૧ર વાગ્યા સુધી છુટ આપવામાં આવી છે. ઉપરાંત શાકભાજી લઇને આવતા વાહન ચાલકો, ઉૈત્૫ાદકો, વેપારી અને દલાલોને યાર્ડમાં પ્રવેશ કરતી વેળાએ ફરજીયાત સેનેટાઇઝર કરવું અને માસ્ક નો ઉપયોગ કરવાની તાકીદ કરવામાં આવી છે. તેમ અબતક સાથે રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું છે. તેમજ કાળા બજારીયાની ચિંતા કરવી નહીં તેમજ લોકડાઉન પગલે સરકારીની ગાઇડ લાઇન મુજબ એક મીટરનું અંતર સહિતના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવશે તેમ અંતમાં જણાવ્યું હતું. યાર્ડમાં હરરાજીનો પ્રારંભ થતા ખેત પેદાશો બગડશે નહી થોડી ઘણી નુકશાની થઇ છે અને ભાવ સ્થિર થયા છે આથી ખેડુતોએ ધીરજ રાખે.