ઝેરી દવા પી કરી આત્મહત્યા
ઝાલાવાડ પંથકમાં બે માસમાં બે ખેડુતોએ ભોગ લીધો
સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી ના સરલા ગામે ઉધડ ઉપર જમીન વવતા અને પાક નિષ્ફળ જતા ખેડૂતે જેરી દવા પી લઈ ને આત્મ હત્યા કરી સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ ખૂબ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના અનેક તાલુકો ને અસર ગ્રસ્ત વિસ્તારમાં આવરી લેવામાં આવ્યા છે છતાં હજુ સુધી ખેડૂતો ને અને માલધારીઓ ને લાભ મળવો જોઈએ તે મળતો નથી
ત્યારે આજે સવારે સુરેન્દ્રનગર જીલ્લા ના મુળી ના સરલા ગામે ઉધડ ઉપર જમીન વાવતા અને પાક નિષ્ફળ જતાં ઝેરી દવા પી ને આત્મહત્યા કરી લીધી હતી. પીંતાબરભાઈ મંગાભાઈ ઝાલા રે. સરલા તા. મુળી ઉંમર ૩૫ ને જેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું ત્યારે તેમને પીએમ માટે મૂળી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જીલ્લા મા ખૂબ ઓછો વરસાદ પડતાં હાલ ખેડૂતો અને પશુ પાલકો ની સ્થિતિ અત્યંત વિકટ બની છે.ત્યારે ત્યારે આ વર્ષે ઝાલાવાડ પંથક મા ૭ તાલુકા ઓ મા તો ૧૨૫ મીમી કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા નર્મદા ની કેનાલો છે પણ તેમાં પણ પાણી સરકાર દ્વારા આપવા મા આવતું નથી રોજ અલગ અલગ તાલુકાઓ મા સરકાર સામે સૂત્રોચાર કરી ખેડૂતો દવારા વિરોધ નોંધાવવા મા આવી રહો છે.અને જે સુરેન્દ્રનગર જિલ્લા ની કેનાલ મા પાણી આપે તેમાં ગાબડાં ઓ પડી રહા છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના ખેડૂતો ને રતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
ત્યારે ઝાલાવાડ પંથક મા ૨ માસ મા ૨ ખેડૂતો એ પોતાનો પાક અને પોતાના પર દેવું વધી જતાં આત્મ હત્યા કરી લીધી છે ત્યારે આગામી સમયમાં શું સરકાર દ્વારા ખેડૂતો ના હિત મા નિર્ણય લેવા મા આવશે કે કેમ તેવી આશાઓ ખેડૂતો રાખી ને બેઠા છે.