મુળ રકમ કરતા બમણી રકમ ભરી દીધા છતાં લાખો રૂપીયાની પઠાણી ઉઘરાણી: જાનથી મારી નાખવાની ધમકી, સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
ધ્રાંગધ્રા તાલુકાના એજાર ગામે રહેતા વિરમભાઇ લક્ષમણભાઇ કુડેચા નામના ખેડુત તથા તેનો પરીવાર પોતાનાજ ગામમા રહેતા જનકસિંહ શક્તિસિહ ઝાલાના ખેતરમા મજુરી કામ કરતા હતા જે સમયે રુપિયાની જરુર અને વર્ષ માઠુ આવતા વિરમભાઇ કુડેચા દ્વારા પોતાના ગામના જનકસિંહ શક્તિસિંહ ઝાલા પાસેથી ઉછીના રુપિયા લીધા હતા જે રુપિયાનુ વ્યાજ શરુ કરી આ વ્યાજખોરો દ્વારા મુળી કરતા બમણુ વ્યાજ લઇ લીધા છતા પણ દશથી પંદર લાખ રુપિયા જેટલી રોકડની માંગ કરી પઠાણી ઉઘરાણી કરી ખેડુતને અવાર-નવાર જેમ તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા અને જબરદસ્તી પોતાની વાડીમા આ ખેડુતને મજુરી કામ કરાવી મજુરીનો એકપણ રુપિયો આપ્યા વગર તમામ મહેનતાણુ વ્યાજમા વસુલ કરતા જેના લીધે વ્યાજખોરોના આવા માનશીક તથા શારીરીક ત્રાસથી ખેડુતે મોત વ્હાલુ કરવાનુ પસંદ કયુઁ હતુ.
ધ્રાંગધ્રા તાલુકાના એજાર ગામના વીરમભાઇ લક્ષમણભાઇ કુડેચા નામના ખેડુત દ્વારા આજે સવારે વ્યાજખોર જનકસિહ ઝાલાના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ તો કર્યાં સાથે આત્મહત્યા કરતા પહેલા એક સ્યુસાઇટ નોટ પણ લખી જેમા સ્પષ્ટ રીતે પોતાના ગામના જનકસિંહ શક્તિસિંહ ઝાલા વ્યાજખોરના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. જોકે ખેડુત દ્વારા આત્મહત્યાના પ્રયાસ બાદ તુરંત તેઓના સ્વજનો તથા પરીવારજનોને જાણ થતા તાત્કાલિક ધોરણે સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતા ત્યારે આ તરફ સ્યુસાઇટનોટના આધારે વ્યાજખોર જનકસિંહ ઝાલા પર કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ તાલુકા પોલીસ દ્વારા હાથ ધરાઇ છે. વ્યાજખોરોના આતંકથી એક ખેડુત આત્મહત્યા જેવુ ગંભીર પગલુ લઇ પોતાની સ્યુસાઇટ નોટમા વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરતા હવે સમગ્ર ધ્રાંગધ્રા પંથકમા માથાભારે વ્યાજખોરોમા ફફડાટ ફેલાયો છે.
એજાર ગામના વિરમભાઇ લક્ષમણભાઇ કુડેચાના પરીવાર દ્વારા જણાવાયુ છે કે ખેતરના માલિક અને વ્યાજે રુપિયા આપનાર જનકસિંહ શક્તિસિંહ ઝાલા દ્વારા હાથ ઉછીના રુપિયા આપી બાદમા તેનુ વ્યાજ શરુ કરાયુ હતુ.
વ્યાજખોર જનકસિંહ ઝાલા પાસેથી ખેડુત વિરમભાઇ કુડેચા દ્વારા નજીવી રકમ લીધા બાદ રકમના ત્રણ ગણા વ્યાજ પરત કરાયા અને કેટલાય મહિનાથી પોતાના ખેતરમા મહેનતાણા વિના મજુરી કરાવ્યા છતા પણ હજુ દશ-પંદર લાખ જેટલી મોટી તગડી રકમ બાકી હોવાનુ કહીને જાનથી મારી નાખવાની ઘમકી અપાતી હતી.
આત્મહત્યાનો પ્રયાસ કરનાર ખેડુત વિરમભાઇ લક્ષમણભાઇ કુડેચા દ્વારા પોતાના હાથે લખેલી સ્યુસાઇટ નોટ પરથી વ્યાજખોરોના ત્રાસનો અંદાજ સ્પષ્ટ રીતે આવી જાય છે.