બીબીએનો અભ્યાસ કર્યા પછી સરકારી નોકરીના મળતા ખેતીના આશરે
હિંમતનગર તાલુકામાં આવેલા દેશાસણ ગામનો વિરલ પટેલ કે જેની ઉંમર માત્ર 25 વર્ષ છે આમ તો વિરલ પટેલે બીબીએનો અભ્યાસ કર્યો પરંતુ વારંવાર પેપર ફુટવાને લઈ સરકારી નોકરીની રાહ ન જોઈ અને છોડી દીધુ ભણવાનુ અને લાગી ગયો સરકારી નોકરીમાં વિરલ પટેલે શરૂ કરી પ્રાકૃતિક ખેતી પહેલા એક દેશી ગાય વસાવી હતી અને ખેડુતે એક જ ગાયમાંથી 25 ગાય લાવીને ખેતીની શરુઆત કરી હતી અને અત્યારે અધધ આવક તેઓ મેળવી રહ્યા છે ગાયના છાણ મુત્ર દ્રારા અર્ક બનાવીને ખેતી કરે છે તમામ ખેતી પ્રાક્રુતિક જેમાં ઘઉં,ચણા,શેરડી, મગફળી સહિતનુ તમામ પ્રકારનુ વાવેતર પણ કરે છે જેમાં શેરડી માંથી ગોળ,મગફળી માથી સિંગતેલ અને ઘઉનુ પણ વેચાણ કરે છે હાલમાં શેરડીની સિઝન છે એટલે ગોળનુ ઉત્પાદન હાલ ચાલુ છે
વિરલ ભાઈ પટેલ આમ તો ધીરે ધીરે 25 જેટલી ગાય નો તબેલો બનાવ્યો છે આમ ગાય નુ દુધ,ધી બનાવીને ગ્રાહકોને વેચી રહ્યા છે તો ગાયના છાણ મુત્ર દ્રારા ખેતી પણ કરી રહ્યા છે મુત્રનો અર્ક બનાવીને તેઓ પાણી સાથે આપે છે તો આ ઉપરાંત છાણનુ ખાતર બનાવીને ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે જેમાં મગફળી શેરડી,ઘઉ જેવી વિવિધ પ્રકારની ખેતી કરીને વિરલ પટેલ અને તેમનો પરિવાર અધધ આવક કરી રહ્યો છે હાલમાં તેઓ શેરડીના ગોળનુ ઉત્પાદન કરે છે અને બજારમાં વેચાણ પણ કરે છે
પહેલા શેરડીનો રસ નિકાળી તેને ઉકાળીને ગોળ બનાવે છે અને તેના કારણે ખેડુતને અધધ ફાયદો થયો છે એક કિલો ગોળ 80 રૂપિયે વેચે છે અને એ સમગ્ર ગુજરાત ભરવા વેચાય છે અને લોકો સામેથી ઓર્ગેનિક ગોળ લઈ જાય છે આમ તો આ ખેડુત માને છે કે જો સરકારી નોકરી કરતા પણ વધુ આવક તેમણે આ ઓર્ગેનિક ખેતી માંથી થઈ રહી છે અને વર્ષે અધધ આવક પણ મેળવી રહ્યા છે ત્યારે હાલ ગોળની સિઝનમાં અધધ ગોળનુ ઉત્પાદન કરી અનેક શહેરોમાં વેચાણ કરી રહ્યા છે અને વધુ આવક પણ મેળવી રહ્યા છે.