રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રેસિડેન્ટ મૂર્મુએ લેવડાવ્યા શપથ: પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજો શપથ સમારોહમાં રહ્યા ઉપસ્થિત
દેશના ખેડૂત પુત્ર તરીકે જાણીતા જગદીપ ધનકડે આખરે દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રેસિડેન્ટ મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેબિનેટ મંત્રીઓ સહિતના દિગ્ગજો પણ શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
જગદીપ ધનકડ મૂળ રાજસ્થાનના ઝુઝુંનુંના રહેવાશી છે. પ્રધાનમંત્રી મોદી પણ તેમને ખેડૂત પુત્ર કહી ચૂક્યા છે. ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ બંગાળના રાજ્યપાલ પદે કાર્યરત હતા. તેઓ વિપક્ષના માર્ગરેટ અલ્વાને હરાવીને ઉપરાષ્ટ્રપતિ બન્યાં હતા.
રાજસ્થાનના ઝુંઝુનુના કિથાણા ગામના રહેવાસી જગદીપ ધનખડ આજે પણ પોતાના મૂળ સાથે જોડાયેલા છે. તેઓ ઘણા પ્રસંગોએ ગામમાં આવે છે અને ગામના લોકોના કલ્યાણ માટે ઘણી પહેલ કરી છે. જગદીપ ધનખડે ગામમાં મહિલાઓ માટે મફત સીવણ તાલીમ કેન્દ્ર ખોલ્યું હતું અને બાળકો માટે સ્પોકન ઇંગ્લિશ વર્ગો અને કમ્પ્યુટર અભ્યાસક્રમો પણ શરૂ કર્યા હતા. તેમણે ગામમાં એક પુસ્તકાલય પણ બનાવ્યું છે.
આ ગામમાં જગદીપ ધનખડની પૂર્વજોની હવેલી પણ આવેલી છે. 1989માં ધનખડ જ્યારે ઝુંઝુનુથી પહેલી ચૂંટણી લડ્યા હતા ત્યારે તેઓ આ હવેલીમાં રહીને ચૂંટણીની રણનીતિ બનાવતા હતા. હવેલીમાંથી બહાર નીકળીને ગલીમાં ઠાકોરજીનું મંદિર છે. બાળપણમાં જગદીપ ધનખડ રોજ અહીં દર્શન કરવા માટે આવતા હતા. જગદીપ ધનખડ જ્યારે પણ અહીં આવે છે ત્યારે તે મંદિરમાં