ખેડૂત સંમેલનમાં કોંગ્રેસના સાત ધારાસભ્યો જોડાશે: ખેડૂતોને સંગઠિત થવા હાકલ
હળવદ શહેરમાં આવેલ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ૨૯ તારીખ ના રોજ હાર્દિક પટેલની હાજરીમાં ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના સાત ધારાસભ્યો તેમજ મોરબી અને સુરેન્દ્રનગરના જિલ્લા પંચાયત ના પ્રમુખ સહિતનાઓ હાજર રહેશે ખેડૂત અધિકાર સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ને હાજર રહેવા અપીલ કરાઇ છે
રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે ત્યારે ખેડૂતોને તાત્કાલિક ધોરણે સંપૂર્ણ પાક વિમો આપવામાં આવશે તેમજ ખેડૂતોનુ દેવુ સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી માંગ સાથે હાર્દિક પટેલ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લા તેમજ તાલુકા મથકે ધરણાના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે આગામી તારીખ ૨૯/૧૧ ને શુક્રવારના રોજ હળવદ ખાતે એક વિશાળ ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ ખેડૂત અધિકાર સંમેલનમા યુવા નેતા હાર્દિક પટેલ, વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, ધારાસભ્ય નૌવસાદભાઈ સોલંકી, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, ધારાસભ્ય લલિત કગથરા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય જાવેદ પીરઝાદા, ધારાસભ્ય સોમાભાઈ પટેલ ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલીયા મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયા અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગ ભાઈ રાવલ સહિતના અગ્રણીઓ તેમજ વિવિધ ખેડૂત સંગઠનોના અગ્રણીઓ હળવદ ખાતે યોજાઇ રહેલા ખેડૂત અધિકારમાં સંમેલ માં હાજરી આપશે
આ અંગે મનસુખભાઈ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે હળવદ ખાતે યોજાઈ રહેલા ખેડૂત અધિકાર સંમેલનને સફળ બનાવવા સહેર તેમજ તાલુકાના ખેડૂત અગ્રણીઓ હળવદ કોંગ્રેસ સમિતિજિલ્લા પંચાયતના સદસ્યો,તાલુકા પંચાયતના સદસ્યો ,પાલિકાના સદસ્યો સહિતનાઓ હાલ સંમેલન ને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે