જામનગરના પશુ પાલકો માટે વધુ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં જીલ્લા સંઘ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના દૂધ ઉત્પાદન સહકારી સંઘના ચેરમેન કાન્તિલાલ ગઢિયા દ્વારા દૂધનો ભાવ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેનાથી પશુપાલકોને ફાયદો થશે.
જામનગર દૂધ સંઘ દ્વારા રૂ.790 કિલો ફેટ હતા જે વધારીને 800 રૂ. ભાવ કરવામાં આવ્યા છે. દુધમાં ભાવ વધારાથી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી ગઈ હતી. પશુપાલકને કિલો ફેટે રૂ. 10 નો વધારો મળશે.
હાલ રાજકોટ જિલ્લા દૂધ સંઘ દ્વારા રૂ. 765 રૂપિયા ભાવ ચૂકવવામાં આવે છે. જ્યારે જામનગર દૂધ સંઘ દ્વારા 800 કિલો ફેટના આ ભાવ વધારા થી જામનગર જિલ્લાના પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નવો ભાવ આજ થી જ લાગુ પડશે.