ખેતીમાં ધિરાણમાં ૧ લાખની મર્યાદામાં વધારો કરી રૂ.૧.૬૦ લાખ કરતી સરકાર
ખેતીની વાત કરવામાં આવે તો હજુ સુધી ભારતમાં ખેતીને ઉદ્યોગનો દરજ્જો મળ્યો નથી. સ્વાભાવીક રીતે ખેતીની જમીનગીરો પણ થતી ન હોવાથી ખેતીની જમીનને તારણ ઉપર નથી લેવામાં આવતી જેના પરિણામ સ્વરૂપે ખેડૂતો દ્વારા વ્યાજખોરો પાસેથી ધિરાણ લેવુ પડતું હોય છે જેનું ભારણ પણ તેના ઉપર વધી જતા ખેતી અને ખેતી ઉત્પાદનમાં ઘણી ખરી ઘટ પણ જોવા મળે છે. ત્યારે સરકાર દ્વારા ખેતીમાં ધિરાણમાં ૧ લાખની મર્યાદા વધારી ૧.૬૦ લાખ કરવાનો નિર્ધાર કર્યો છે જે ખેડૂતો માટે ખુબજ ઉપયોગી સાબીત થશે.
ખેતી માટે બેંકો ખેતીની જમીન ઉપર ધિરાણમાં મર્યાદા રાખતી હોય છે. ખેતીની જમીન મોંઘી હોવા છતાં પણ ખેડૂત તેની ખેત જમીન ઉપર તારણ આપી શકતા નથી અને ખેડૂતો પાસે અન્ય મિલકતો ન હોવાના કારણે તે તારણમાં પણ મુકી શકતા નથી જેથી બેંકોની પણ વિશેષતાને લીધે ખેડૂતો ધિરાણ ઉપર નિર્ભર રાખવો પડે છે. કહીં શકાય કે, ખેતીમાં વિકાસ માટે જે રૂપિયાની જરૂર હોય છે ત્યારે ખેડૂતો ખાનગી વ્યાજખોરો પાસેથી રૂપિયા લેવામાં આવતા હોય છે જેના પરિણામ સ્વરૂપે ખેડૂતો ઉપર વ્યાજનું પણ ભારણ ખુબજ વધુ રહે છે જેના કારણે ખેતી અને ખેડૂતો દ્વારા જે ઉત્પાદન કરવામાં આવે છે તેમાં પણ અમદઅંશે ઘટ જોવા મળે છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના હિતમાં ખુબજ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં તેઓએ ખેતી ઉપર બિન જામીનગીરી ધિરાણમાં ૬૦ ટકાનો તોતીંગ વધારો કરતા ખેડૂતોને ઘણા અંશે રાહત પણ મળશે ત્યારે ભારતમાં ખેતી અને ખેડૂતોને પગભર કરવાના સરકારના ઉદાર પગલામાં વધુ એક ડગલુ કેન્દ્ર સરકાર આગળ વધી છે. ખેડૂતોની આવક વધારવાની વિવિધ સહાયકારી યોજનાઓની રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ખેડૂતલક્ષી નીતિમાં એક ઉદાર અભિગમનો અમલ કરી ખેડૂતોની કોઈપણ પ્રકારની જામીનગીરી વગર આયાતી લોનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જાહેર કર્યું હતું કે, અત્યાર સુધી ખેડૂતોને કોઈપણ પ્રકારની જામીનગીરી વગર આયાતી ૧ લાખ રૂપિયાની લોનમાં વધારો કરી ખેડૂતોને હવે ૧.૬૦ લાખની લોન કોઈપણ આધાર વગર મળવાપાત્ર રહેશે.
આ વધારાથી દેશના તમામ ખેડૂતો પોતાની જરૂરીયાત મુજબ સરળતાથી રૂપિયા મળી જશે અને અત્યારે ઘણા ખેડૂતો ઓછા રૂપિયાની સમસ્યા ભોગવતા હતા. ૨૦૧૦થી શરૂ કરવામાં આવેલી આ યોજનામાં જામીન મુકત ધિરાણની રકમ ૧ લાખ રૂપિયાની મર્યાદા જાળવવામાં આવતી હતી. હવે તેમાં ૬૦ ટકાનો વધારો કરી ઉપર દેનાર ખેડૂતોને ૧.૬૦ લાખ રૂપિયા કોઈપણ પ્રકારની જામીનગીરી વગર આપવામાં આવશે.
જો કે સરકારના આ નિર્ણય સામે કેટલાક આર્થિક તજજ્ઞો દ્વારા સંદેહ વ્યકત કરવામાં આવ્યો છે કે તેનાથી બેંક સામે કેટલાક વધારાના પડકારો ઉભા થશે.ખેડૂતોને આવક વધારવા માટે સરકારના આ ઉદાર પગલાનો લાભ મળશે અને ખેડૂતોને વાવણી સમય ખાતર, જંતુનાશક દવા અને બિયારણમાં ૬૦ ટકાની વધારાની સહાય ખૂબજ ઉપયોગી થશે તેવો વિશ્વાસ અનેકવિધ તજજ્ઞો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.