સૌરાષ્ટ્રભરના વિવિધ તાલુકામાંથી મર્યાદિત સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહી ખેતી વિષયક પ્રશ્ર્નો રજુ કરશે
ગુજરાત ખેડુત એસોસીએશન ખેડુતોની સમસ્યા ખેડુતોના હકો માટે કાર્ય કરતી સંસ્થા છે. ત્યારે આવતીકાલે તા. 18 ને મંગળવારે સવારે 10 થી 4 દરમિયાન 100 ફુટ રીંગ રોડ પર પટેલ નગરના વંડામાં ગુજરાત ખેડુત એસોસીએશન દ્વારા ખેડુતોની જન સુનવાઇ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રભરના વિવિધ તાલુકામાંથી મર્યાદિત સંખ્યામાં ખેડુતો હાજર રહી જેતી વિષયક સમસ્યાઓ, મુશ્કેલી પ્રશ્નો એસોસિએશન સમક્ષ રજુ કરશે. અને એસોસીએશન ખેડુતોની સમસ્યાનો અહેવાલ તૈયાર કરી સરકાર સમક્ષ રજુ કરી કાર્યવાહી હાથ ધરી ખેડુતોના પ્રશ્ર્નોનો કાયમી ધોરણે યોગ્ય ઉકેલ લાવવા પ્રયાસો કરશે આ કાર્યક્રમમાં એશો. ના હોદેદારો દ્વારા કૃષિ મંત્રીને ઉ5સ્થિત રહેવા આમંત્રણ પાઠવેલ છે તથા કલેકટર, જીલ્લા ખેતીવાડી અધિકારીઓ પણ ખેડુતોની જન સુનવાઇમાં ઉ5સ્થિત રહેશે તેવું ‘અબતક’ ની મુલાકાતે આવેલા ભરતસિંહ ઝાલાએ જણાવ્યું હતું. વધુ માહીતી આપવા, પ્રવિણ પડારિયા, ભુપત પટેલ, ગજેન્દ્રસિંહ ઝાલા, નટુભા ઝાલા, પ્રવિણ લાખાણીએ જણાવ્યું હતું.