ડુંગળીનો ભાવ વધારો કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, તેના વિરોધમાં ગોંડલ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડમાં ખેડૂતોએ દેખાવો શરૂ કર્યા છે,ગોંડલમાં ગઈકાલે 2000થી વધુ ખેડૂતોએ ડુંગળીની નિકાસ બંધી ના વિરોધમાં નેશનલ હાઈવે પર ચક્કા જામ કરી દીધું હતું.
તમામ જણસીની હરાજી ઠપ્પ કરી દેવા ખેડૂતોની ચિમકી: સત્તાધીશોના સમજાવટના પ્રયાસો: યોગ્ય નિર્ણય નહીં લેવાય તો જગતાતની આત્મવિલોપનની ચિમકી
ગોંડલ યાર્ડ પર ખેડૂતોના વિરોધનો દોર આજે પણ ચાલુ રહ્યો છે, ગોંડલ યાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો આકરા પાણીએ છે અને જો ડુંગળીની નિકાસબંધી નો નિર્ણય સરકાર નહીં ફેરવે તો આંદોલન ઉગ્ર બનાવી ખેડૂતોએ આઆત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતાં ત્રમાં દોડધામ મચી જવા પામી છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે બીજા દિવસે ખેડૂતોના વિરોધના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યું છે ખેડૂતોએ યાડના દરવાજે જ ડુંગળી ફેંકીને ગેટ બંધ કરીને તમામ જણસીની હરાજી અટકાવવા શરૂ કરેલા પ્રયત્નો વચ્ચે માર્કેટિંગ યાર્ડ ના સંચાલકોએ ડુંગળી સિવાયની ખાસ કરીને લસણ ભરેલા વાહનોની કતારો લાગવાની સ્થિતિમાં ડુંગળીના નિકાસબંધીના નિર્ણયનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે સમજાવટના પર્યાસો હાથ ધરી ડુંગળી સિવાયની ખેતપેદાશ અને ઝણસી ની હરાજી ચાલુ રાખવા દેવા પ્રયાસો શરૂ કર્યા છે.
માર્કેટિંગ યાર્ડના બંને મુખ્ય ગેટ બંધ થઈ જતા લસણ સહિતની ખેત જણસીઓ ઓ સાથે ના વાહનોની લાંબી લાઈનો લાગી જવા પામી છે, સરકાર અને માર્કેટિંગ યાર્ડ સામે ખેડૂતોએ ઉગ્ર રોશ ઠાલવવાનું સતત પણે ચાલુ રાખ્યું છે બપોર સુધીમાં માર્કેટિંગ યાર્ડના સતાધીશો ખેડૂતોના પ્રશ્ને વાંચા આપવામાં સફળ નહીં થાય તો ધોરાજીના એક ખેડૂતે આત્મા વિલોપનની ચીમકી ઉતારીને તંત્રને ધંધે લગાડી દીધું છે ડુંગળીને નિકાસબંધીને લઈને ખેડૂતોનું આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બનવાની સ્થિતિ વચ્ચે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી સિવાયની અન્ય ઝડપ ની હરાજી રાબેતા મુજબ જારી રહે તે માટે યાર્ડ ના થતા દિવસોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત આગેવાનો સાથે સતત પણે વાટાઘાટો શરૂ રાખી છે અને ડુંગળી સિવાયની ખેતપેદાશ ની હરાજી ની ચાલુ રહે તેવા પ્રયાસો શરૂ કર્યા છે બપોર સુધી મામલો કાલે પડી જાય તેવી આશા સિવાય રહી છે બીજી તરફ ખેડૂતો પણ પોતાની વાત મનાવવા માટે મક્કમ છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત દેવામાં આવ્યું છે.