રાજકોટ જીલ્લાના ધોરાજીનાં ખેડૂત દ્વારા પાક વિમા મુદ્દે સરકાર ને જગાડવા માટે અલગ અનોખો વિરોધ નાં ભાગ રૂપે આજે ખેડૂતે કપાસ નાં બગડેલા પાક માં સમાધિ લેવાં નો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સમગ્ર દેશ ને અન્ન પુરૂં પાડતો અન્ન દાતા આજે લાચાર જોવાં મળી રહયો છે પાક વિમો ભરવાં છતાં સરકાર દ્વારા હજું સુધી ખેડૂતો ને નિષ્ફળ થયેલાં પાકોને વળતર સરકાર કે વિમા કંપની દ્વારા ખેડૂતો સુધી આ વિમા ની રકમ પહોંચી નથી પિસાતો ખેડૂત અને જલસા કરતી વિમા કંપની એક તરફ કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો ની કમર તુટેલી છે એજ ખેડૂત પોતાનાં પાક નિષ્ફળ નાં વળતર માટે પ્રિમીયમ ભરવાં છતાં વલખાં મારી રહયાં છે
ચોમાસામાં સતત વરસતાં વરસાદ ને કારણે પાકો ને ભારે નુકશાન થવા પામ્યુ હતું અને કમોસમી વરસાદ અને વાવાઝોડાં ઓ ને કારણે ગુજરાત નાં ખેડૂતો ની માઠી દશા થવાં પામી છે વિમા કંપની દ્વારા ખેડૂતો ને વિમો ચુકવવા માટે કોણીએ ગોળ ચોપાડયો હોય છે જેથી ખેડૂતો પાસે નવાં પાક માટે રૂપિયા નથી અને કુદરતી આફતો થી પાકો માં લગભગ નુકશાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આપવામાં આવે છે જેમાં આવેદનપત્ર રેલીઓ તથા અન્ય રીતે સરકાર સુધી વાત પહોંચાડવા માટે વલખાં મારે છે તથા ખેતરોમાં ખરાબ થઈ ગયેલા પાક ને બાળવાનો તથા ખરાબ પાક ને પશું ઓ નાં ઘાસચારા માટે આપી દેવાયો જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે ધોરાજીનાં ખેડૂતે સરકાર ને વિમા કંપની ને જગાડવા માટે બગડી ગયેલ કપાસ અને એમાં પણ કપાસમાં ઈયાળો આવી હતી આ નો ૭ વિઘા નો કપાસ નો પાક ફેંકી દેવા ની ફરજ પડી હતી અને ફેંકી દેતાં પાક ને માલધારી ઓ નીણ માટે ગયા હતા. ધોરાજીનાં ખેડૂતે પોતાના ખેતરમાં બગડેલા કપાસમાં સમાધિ લેવાંનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે ખેડૂત દ્વારા સરકાર અને પાક વિમા કંપની જગાડવા માટે અલગ અનોખો વિરોધ કર્યો હતો