પાણીની પાઈપલાઈન કામગીરીમાં ચાર ગણુ તેમજ પાક નુકશાનીનું વળતર આપવા સહિતના મુદેરજૂઆત
જેતપુર ખાતે આજે તાલુકાના ખેડૂતો દ્વારા સરકારની ક્ષભ ૩૭ પર્પજેક્ટની કામગીરી હાલ સક્ષમ અધિકારી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી સ્ગિત કરેલ છે. એક વર્ષ જેટલો સમય વિત્યા છતાં અધિકારીઓ એ સરકાર દ્વારા આ બાબતે ખેડૂતો સાથે વાતચીત કરવામાં આવેલ નથી, આ કામગીરી પોલીસ પ્રોટેક્સન લઇ ચાલુ કરવામાં આવનાર છે આ બાબતે ચાર પાંચ દિવસ પહેલા નિવાસી કલેકટર ખેડૂત અગ્રણીઓને ચર્ચા માટે બોલવામાં આવેલ પરંતુ ખેડતો ને રાહ જોવડાવ્યા પછી પણ કોઈ ચર્ચા કરવામાં આવેલ ના હતી જેથી ખેડૂતો દ્વારા આજે મામલદાર કચેરી એ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી પોતાના ગળા માં દોરડા બાંધી કચેરી સુધી જઈ સુત્રોચાર કરી મામલાદરને આવેદન આપવાના આવેલ હતું તેમજ આવેદન પત્ર સાથે મામલાદરને લોકોના ગળામાં રહેલ દોરડા ના બન્ને છેડા સોંપી દેવામાં આવ્યા હતા.