રાજકોટ માકેટીંગ યાર્ડમાં મગફળીની મબલખ આવકનું મુખ્ય કારણ
મગફળી વેચેલા ખેડુતોની વેદના અને સરકારને સારી યોજના ઘડવાનું જણાવતા દલાલ મંડળના પ્રમુખ અતુલ કમાણી
દશેરાના પર્વ બાદ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક સાથે મગફળીની આવક જોવા મળી જે વેચાણનું કારણ એ છે કે દવા, બિયારણ, ખાતરના જે પૈસા ઉધાર ખેડુતોએ ચુકવવાના હોય જેથી મબલખ આવક જોવા મળી છે. મગફળી કોઇ એવું ઉત્પાદન નથી કે આટલી બધી એકી સાથે આવે ઉત્પાદનની દ્રષ્ટિએ વાત કરીએ તો ૭ થી ૮ મણ ઉતારો વિધે આવ્યો છે. ગત વર્ષે ૩૦ થી ૩૫ મણ ના ઉત્પાદન ના આંકડા આવ્યા હતા. ગત વર્ષે જે રૂ ૭૦૦ થી ૮૦૦ ભાવ જોવા મળ્યો હતો. જે આ વર્ષે પણ અકબંધ રહ્યો છે.ત્યારે દલાલ મંડળના પ્રમુખ અતુલ કમાણીએ ખેડુતો વતી સરકારને એવી અપીલ કરી છે કે ખેડુતોને વધુને વધુ પોષણશ્રમ ભાવ મળે, એની માટે કોઇ યોજના લાવવી જોઇએ. ભાવાંતર યોજનાની નીચે દરેક ખેડુતને લાભ મળે નાનામાં નાના ખેડુત સુધી લાભ મળે તેવી યોજના લાવી જોઇએ.વધુમાં જણાવ્યા મુજબ દશેરા બાદ મગફળીની ૬૫ થી ૭૦ હજાર ગુણી રાજકોટ માકેટીગ યાર્ડમાં આવક થઇ છે.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૩૦ થી ૪૦ ઉત્પાદન ઓછું આવશે અને અમુક સેન્ટરમાં તો પ થી૭ મણ જ વિધે ઉત્પાદન ના આકડા આવ્યા છે. અત્યારે ૧૦ થી ૧ર લાખ મેટ્રીક ટન ઉત્પાદનના સરકાર દ્વારા આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે ગત વર્ષે ૩૦ થી ૩પ લાખ મેટ્રીન ટનની ઉત્પાદનના આંકડા હતા.અત્યારે જ ૬૦ હજાર મગફળી ગુણીની આવક છે ત્યારે બજાર સારુ રહેશે
મગફળીની આવક ૬૦ હજાર ગુણીની છે. ત્યારે આવક ઉતારવાની બંધ કરી દીધી છે. બજાર આ વર્ષે સારી રહેશે. પાક થોડા ઓછા થયા છે પણ માલની ડિમાન્ડ વધુ રહેશે. આ વખતે વરસાદ ઓછો થયો છે. જયાં વાવેતર મીડયમ અથવા જે વિસ્તારમાં વાવેતર સારા થયા છે ત્યાં પાકનો ઉતારો વધુ હોવાથી મગફળીની મબલખ આવક થઇ છે તેમ રાજકોટ માકેટીંગ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી જયભાઇ દ્વારા જણાવાયું છે.મહેનત પ્રમાણે મગફળીના ઓછામાં ઓછા રૂ ૧૧૦૦ મળવા જોઇએ
ખેડુત ૩ થી ૪ મહીના પાક માટે મહેનત કરતા હોય તેની સામે હાલ પુરો ભાવ મળતો નથી. મગફળીના અંદાજે ૧૧૦૦ થી ૧પ૦૦ રૂપિયા ભાવ મળે તો ખેડુત માટે સારુ ગણાય. વાવે ત્યારથી માંડી યાર્ડમાં લઇને આવે ખેડુતને તેનું ઘ્યાન રાખવું પડે છે કે રોજડા કે ભુંડ તેના પાકને નુકશાન ના કરે તો આ ભાવમાં મગફળી વેચવી પોસાતી નથી.
સરકાર સારા ભાવ જાહેર કરે માત્ર ૭૦૦ રૂપિયા મગફળીના આવે છે ૪ મહીના ખેડુતોએ આટલી મહેનત કરી હોય અને અંતે ૭૦૦ રૂપિયામાં મગફળી દેવી પડે છે. ઓછામાં ઓછા ૧૧૦૦ થી ૧પ૦૦ રૂપિયા મગફળી ના હોવા જ જોઇએ.
આ વર્ષે મગફળીનો પાક નિષ્ફળ ગયો હોય વધીને ૭ થી ૧૦ મણ મગફળી નો પાક થયો છે. ૧૦ મણ મગફળી થાય તેમાં પણ સરકાર પુરતા ભાવ આપતી નથી તેમ ખોડા પીપર ગામના અગ્રણી ખેડુત વિપુલભાઇ દ્વારા જણાવાયું છે.