ઢોલ નગારા સાથે પ્રદુષણ કચેરી સામે કરાયો વિરોધ
જેતપુર તાલુકાના ૧૪ ગામના ખેડૂતો દ્વારા આજે પ્રદુષણ કચેરી તેમજ મામલદાર કચેરીએ ઢોલ નગારા સાથે જઈ આ કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો અને અદિકારીયોને તેમના દ્વારા કોઈ પણ પ્રકરની કામગીરી થતી ન હોઈ તે બાબતે તેમને આડે હાથ લીધા હતા
જેતપુર તાલુકાના મેવાસા, જેપુર,વાળાડુંગરા, હરીપર,લુણાગરિયા,પેમગઢ,કેરાળી ,સહીત ૧૪ ગામના ખેડૂતો દ્વારા પ્રદુષણ બોર્ડની પ્રાદેશિક કચેરી તેમજ મામલદાર ખાતે ઢોલ નગારા સાથે જઈ વિરોધ કરઆ છે વામાં આવ્યો હતો અને આવેદન પાઠવામાં આવ્યું હતું આ ગામોને પીવાનું તેમજ પિયત માટે પાણી પૂરું પડતું છાપરવાડી ૨ ડેમ હાલ પ્રદુષિત થઇ ગયો છે.
આ ગામો માં છેલ્લા ઘણા સમય થી ગેરકાયદેસર ધોલાઈ ઘાટ તેમજ સોફર પ્લાન્ટ ચલાવમાં રહ્યા છે અમુક ધોલાઈ ઘાટો તેમજ સોફર પ્લાન્ટ તો ગોચર તેમજ સરકારી ખરાબાની જમીન માં બેરોક્ટોક ચાલી રહ્યા હોવાનો ખેડૂતો જણાવી રહ્યા છે છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષ થી આ ખેડૂતો રજુવાત કરી રહ્યા હોવા છતાં તંત્ર મુખબંધીર બની બેસી છે આ ૧૪ ગામો ના લોકો ને આ પ્રદુષિત પાણી પીવાથી ચામડી તેમજ કેન્સર જેવા ભયંકર રોગો થઇ ચુક્યા છે અને પશુ માં પણ અનેક પ્રકારના રોગો જોવા મળી રહ્યં છે
આ ગામના લોકો દ્વારા હાઇકોર્ટ ના દ્વારા પણ ખટખટવામાં આવેલ જેમાં હાઇ કોર્ટ દ્વારા આ ગામો દ્વારા કરવામાં આવેલ અરજી ની તાપસ તાત્કાલિક કરી ન્યાય મળે તેવું કરવા સૂચના આપવામાં આવેલ હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી
જેતપુર પ્રદુષણ કચેરી ખાતે આવેલ ગામના લોકો ર તંત્ર સમક્ષ રજુવાત કરવામાં આવી હતી જે જયારે પણ અમે અમારા ગામમાં ચાલતા ગેરકાયદેસર ધોલાઈ ઘાટ તેમજ સોફર અંગે રજુવાત કરવાં માટે લેખિત કે મૌખિત આવી છીએ ત્યારે ફોન દ્વારા કે રૂબરૂ અમને અનેક પ્રકારની ધમકી આપવામાં આવે છે તેમજ પૈસા નું પ્રલોભન આપવમાં આવે છે