કેન્દ્રની મોદી સરકારે બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લીધા હતા. જેમાં ખેડૂતોના ફાયદામાં સૌથી મહત્વનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેબિનેટે DAP ફર્ટિલાઇઝર પર સબસિડી દરમાં 700 રૂપિયા પ્રતિ બેગનો વધારો કર્યો છે. હવે ઉઅઙની દરેક ગુણીની કિંમત 2400 રૂપિયાની હશે. આ પહેલા ખેડૂતોને રૂપિયા 500ની પર ગુણીએ સબસિડી મળતી હતી. સબસિડીમાં કરવામાં આવેલા વધારાથી રાજકોષ પર 14,775 કરોડ રૂપિયાનો વધારાનો બોજો વધશે. આ જાણકારી ખુદ કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આપી હતી.
ઉલ્લેખનીય છે કે યુનિયન કેબિનેટે ફર્ટિલાઇઝર વિભાગે પ્રસ્તાવ મૂક્યો હતો કે ફાસ્ફોરસ અને પોટાશ આધારિત ફર્ટિલાઇઝરોની ન્યૂટ્રિએન્ટ બેસ્ડ સબસિડી દરને વધારવો જોઇએ. આ પ્રસ્તાવ 2021-22 માટે રજૂ કરવામાં આવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આ પહેલા કેન્દ્ર સરકારે નોન-યુરિયા ફર્ટિલાઇઝરની સબસિડીમાં ઘટાડો કર્યો હતો. આ ઘટાડાને કારણે કોરોના મહામારી દરમિયાન નાણાકીય વર્ષમાં રાજકોષ પર પડી રહેલા 22,186,55 કરોડ રૂપિયાનો બોજો ઓછો થયો હતો.
વધુમાં મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષ માટે નાઇટ્રોજન આધારિત ફર્ટિલાઇઝર પર સબસિડીને ઘટાડી 18.78 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને ફાસફોરસ આધારિત ફર્ટિલાઇઝર પર 14.88 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કરવામાં આવી છે. આવી રીતે પોટાશ પર પ્રતિ કિલો સબસિડીને ઘટાડી 10.11 રૂપિયા પ્રતિકિલોગ્રામ કરવામાં આવી હતી. જ્યારે સલ્ફર પ્રતિ કિલોગ્રામ સબસિડી 2.37 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. 2019-20 માટે નાઇટ્રોઝન માટે પ્રતિકિલોગ્રામ સબસિડી 18.90 રૂપિયા, ફાસ્ફોરસ માટે 15.21 રૂપિયા, પોટાશ માટે 11.12 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. આવી રીતે સલ્ફરની પ્રતિ કિલોગ્રામ સબસિડી રૂપિયા 3.56 રૂપિયા નક્કી કરવામાં આવી હતી.