સહકારી ક્ષેત્રમાં દેશભરમાં અવ્વલ દરજજાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા સહકારી બેંકની ટુ.વે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ 62મી વાર્ષિ સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને રાજયના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયાએ બેંકના સને 2020-21ના વર્ષનાં ચોખ્ખો નફો રૂ.47.00 કરોડ થયાની અને સભાસદોને 15 ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી.
છેલ્લા બે દાયકામાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકને દેશભરમાં મોખરાનું સ્થાન અપાવનાર સહકારી ખેડુત નેતા વિઠલભાઈ રાદડિયાના અનુગામી તરીકે બેંકની જવાબદારી સંભાળનાર જયેશભાઈ રાદડિયાએ બેંકની 62મી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે, ખેડુતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે. અને તેથી જ ખેડુતોએ આ બેંકને ‘અદના આદમીની અડીખમ બેંક’ નામ આપ્યું છે.
આ વાર્ષિક સાધારણ સભામાં બેંકનાં ચેરમેન જયેશભાઈ રાદડિયાએ જિલ્લા બેંક ભવનનું ‘વિઠલભાઈ રાદડિયા’ નામકરણ કરાયું હોવાનું જાહેર કર્યું છે. આ સાથે હેડ ઓફિસ જિલ્લા બેંક ખાતે સ્વ. વિઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલની પૂર્ણકદની પ્રતિમા મુકાશે. આ સાધારણ સભામાં કેબીનેટ મંત્રી અને ચેરમેન જયેશભાઈ રાદડિયા, ઘનશ્યામભાઈ ખાટરીયા, મગનભાઈ વડાવીયા, ધારાસભ્ય મહમદ પીરઝાદા, પ્રવિણભાઈ રૈયાણી, ભુપત બોદર, લલિતભાઈ રાદડિયા સહિતના ડિરેકટરો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ જિલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે. આ બેંકે ખેડુતોને કે.સી.સી.ધિરાણમાં કરોડો રૂપીયાની વ્યાજ માફી આપવા ઉપરાંત મ.મુ. ખેતિ વિષયક લોનમાં ખેડુતોને 1% વ્યાજ રાહત તથા મંડળીઓને કે.સી.સી.ધિરાણમાં 1.25 % માર્જીન આપવા છતા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકે રૂ.129 કરોડનો ગ્રોસ નફો અને રૂ. 47.00 કરોડનો ચોખ્ખો નફો કરેલ છે.તે કોઈ નાની સુની વાત નથી. આ બાબત જ બેંક અને ખેડુતો વચ્ચેનો મજબુત સંબંધોનો પુરાવો છે. તેમ રાદડિયાએ જણાવ્યું હતુ.
ગ્રામ્ય વિસ્તારના તમામ સ્તરના લોકો, ખેડુતો અને શ્રમિકોનો આ બેંક ઉપર અદભૂત વિશ્ર્વાસ સંપાદિત કરી બેંકને વટવૃક્ષ બનાવવામાં અને દેશની ટોચની સહકારી સંસ્થાઓમા બેંકનું સ્થાન પ્રથમ નંબરે અંકિત કરવામાં સિંહફાળો આપી ખેડુતો માટે રાત દિવસ અથાગ પરિશ્રમ કરનાર વિઠલભાઈ રાદડિયાની રાહબરીમાં આ બેંકે જે વિકાસ અને વિશ્ર્વાસ સંપાદિત કરેલ છે.તે ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે આપણી સૌની સહિયારી જવાબદારી છે.ગત વર્ષમાં કોરોના મહામારીમાં લોકડાઉનમાં ખેડુતોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી પડે નહિ તે માટે બેંકની 199 શાખાઓ મારફત ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે તમામ સવલતો આપવા પણ બેંક કટીબધ્ધ છે.
બેંકની વિશિષ્ટ સિધ્ધિઓ
- બેંક તરફથી ખેડુતોને 2020-21ના વર્ષમાં રૂ.2,597 કરોડનું ઝીરો ટકા વ્યાજ દરે કે.સી.સી. ધિરાણ તથા કિસાન ક્રેડીટ કાર્ડ.
- ખેડુતોનો રૂ.00 લાખનો અકસ્માત વિમો.
- ખેડૂત સભાસદોને ગંભીર માંદગીના કિસ્સામાં રૂ.12 હજારની સહાય.
- બેંકની મુખ્ય કચેરીમાં 24 કલાક લોકર સેવા.
- બેંકની મુખ્ય કચેરીમાં સાંજના 4 થી રાત્રીનાં 10 વાગ્યાસુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા.
- આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત તથા નાફસ્કોબ તરફથી ત્રણ વખત એવોર્ડ મળેલ છે.
- નાબાર્ડ જેવી દેશની ટોચની સંસ્થા પણ અન્ય રાજયોની જિલ્લા બેંકોને રાજકોટ જિલ્લા બેંકના વહીવટી મોડેલનો અભ્યાસ કરવા મોકલે છે.
- વર્ષોથી બેંકનું નેટ એન.પી.એ. ‘0’% અને વસુલાત 99%થી ઉપર
સાધારણ સભામાં લોન્ચ કરેલી સ્કીમો
- સભાસદોની શેર મૂડી ઉપર 15% ડિવિડન્ડ ચુકવવાની જાહેરાત.
- મેડીકલ સારવાર માટે રૂ.00 લાખ સુધીની રાહત વ્યાજના દરે લોનની નવી યોજના. (વ્યાજ દર 6%)
- રૂ.30 લાખ સુધીની બેંક ગેરંટી યોજના જાહેર.
- ધોરણ 10 થી ઉપરના ઉચ્ચ અભ્યાસ માટે રાહત વ્યાજના દરે રૂ.25 લાખની લોન યોજના. (વ્યાજ દર 9%)
- ખેત જાળવણી લોનમાં રૂ.00 લાખનો વધારો કરી મહત્તમ રૂ.10.00 લાખ સુધીની લોન યોજના.
- મંડળીઓને કે.સી.સી. ધિરાણ ઉપર વર્ષ 2021-22 માટે 1%ના બદલે 50% વ્યાજ માર્જીનની જાહેરાત કરેલ જેથી મંડળીઓને વધારાના રૂ.16.50 કરોડ જેવી વ્યાજ આવક મળશે.
- મધ્યમ મુદત ખેતી વિષયક ધિરાણોની રેગ્યુલર વસુલાત ભરનાર ખેડુતોને વર્ષ 2021-22માટે 1% વ્યાજ રીબેટની જાહેરાત, જેથી ખેડુતોને રૂ.8 કરોડનો ફાયદો થશે.
- સભાસદ મંડળીઓને બેંકના વધારાના શેર આપી બેંકના શેર ભંડોળમાં રૂ. 36 કરોડનો વધારો. કુલ શેર ભંડોળ રૂ.102 કરોડ થયું, લાંબા સમય સુધી ડિવિડન્ડનો લાભ મંડળીઓને મળશે.