બિસ્માર રસ્તાના સમારકામ અને સરકારી સહાયની તાતી જરૂર
ટંકારામાં વરસાદ થંભી ગયા બાદ ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે અને ખેતીના કામે ફરી વળગ્યા છે ત્યારે જીવ જોખમમાં મુકાય તેવી રસ્તાની હાલત બિસ્માર છે તથા બીજીબાજુ પાકના નુકસાને ખેડુતોની ઉંઘ હરામ કરી નાખી છે. ખેડૂતો હવે સહાયની રાહ જોઈ રહ્યા છે. તલાવડાના પુષ્પા તો જમીન દોસ્ત થઈ ગયા છે. જેનું રીપેરીંગ કામ, યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકારી કચેરીથી લઈ સરસ્વતીના મંદિર સુધી જયા જુવો ત્યાં ખાડા ખબડા થયા છે. આગામી દિવસોમાં તહેવારોની હારમાળા છે ત્યારે પંચાયત પણ આળસ ખંખેરી સ્વચ્છતાના કામે લાગે તે જરૂરી છે.