સુરેન્દ્રનગર જિલ્લો એ કપાસ ઉત્પાદનનું હબ ગણવામાં આવી રહ્યું છે તેવા સંજોગોમાં જિલ્લામાં અનિયમિત વરસાદ અને ખરાબ વાતાવરણના પગલે ખેડૂતો પોતાની મહેનત અને સતત કામે વળગી અને કપાસનું ઉત્પાદન કરતા હોય છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને છેલ્લા અનેક વર્ષોથી કપાસના જે ભાવ મળવા જોઈએ તેટલા મળી રહ્યાં નથી જેને લઇને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
હાલની પરિસ્થિતિમાં અનિયમિત વરસાદને ખરાબ વાતાવરણ વચ્ચે ખેડુતોના કપાસમા પડ્યા છે ત્યારે જે ખેડૂતોને સારા કપાસ થયા છે તે વેચવા જાય તો તેનો ભાવ માત્ર 950થી લઈ 1030 રૂપિયા આપવામાં આવી રહ્યો છે જેને લઇને ખેડૂતોને પોતાની મહેનતના પણ નાણાં ભાવમાં નીકળી રહ્યાં નથી જેને લઇને ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે અને ખેડૂતોને ખોટ ખાઈ અને પોતાના ખેતરોમાં ઉત્પાદિત થયેલો કપાસ વેચવા માટે મજબૂર બનવું પડી રહ્યો છે.
સાયલા એપીએમસી ખાતે ખેડૂતોને કપાસના ભાવ પૂરતા ન મળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો અને હરાજીમાં બે ચાર વેપારીઓ હાજર હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે.