સહકાર ભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્કસ એન્ડ ક્રેડિટ સોસાયટીના અધ્યક્ષ જ્યોતીન્દ્રભાઇ મહેતાએ યુનીયન બજેટ-૨૦૧૮/૧૯ ઉપર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છે કે કૃષિપ્રધાન દેશ ભારતના ખેડૂતને વિકાસની યાત્રામાં જોડવા માટેનો પ્રામાણીક પ્રયત્ન ર્ક્યો છે. ઇ.સ. ૨૦૨૦માં ભારતનું કૃષિ ઉત્પાદન ડબલ કરવાની નેમ સો આગળ વધી રહેલા નાણામંત્રીએ ખેડૂત અને ગરીબને કેન્દ્રમાં રાખીને બજેટ બનાવ્યું છે. કુદરત અને સત્તાધારીઓની દયા ઉપર જીવતા ખેડૂતોને યોગ્ય વળતર મળી શકે તે માટે એમએસપીની નીતિ નક્કી કરીને ખેડૂતોને ચિંતા મુક્ત ર્ક્યા છે.

ખેત-પેદાશોની પડતરી દોઢ ગણો ભાવની નીતિ અત્યારી નક્કી કરીને સત્તાધારીઓની દયા ઉપર જીવતા ખેડૂતોને યોગ્ય ન્યાય આપ્યો છે.વિશ્ર્વમાં સૌી મોટી હેલ્ પ્રોટેકશન સ્કીમ રજુ કરીને ૫૦ કરોડ લોકોને ક્વોલીટી ઓફ લાઇફ સુધારવાની વાત દેશના ગરીબો માટેની યોજના સૌ પ્રમ વખત જ મુકાઇ છે.

સીનિયર સીટીઝન્સ લોકો કે જેઓ વ્યાજ ઉપર જીવે છે. આવકવેરાની વ્યાજની આવક ૧૦ હજારની કરમુક્તિની મર્યાદાને ૫૦ હજાર કરવાથી મોટી રાહત મળી છે.

એક તરફ સહકારી બેન્કોની બેન્કિંગ આવકનું ડિડકશન આપવાની માગણી ની સ્વીકારી પરંતુ ફાર્મ પ્રોડ્યુસર કંપની, કે જે સહકારી સિદ્ધાંતો ઉપર ચાલે છે તેને ૮૦-પી માં લઇને તેમને ૧૦૦ ટકા કર રાહતમાં મુકીને કૃષિ ઉત્પાદનનાં યોગ્ય અને વ્યાજબી ભાવ મળે તે માટેનું આવકાર્ય કદમ લીધું છે. ૮૦-પી દ્વારા મળતી આવકવેરા મુક્તિમાં વધુમાં વધુ સહકારી સંસઓને મુકવાની માગણી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ કરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.