ખેડ ,ખાતરને પાણી ,લાવે સમૃદ્ધિ તાણી… ભારતને આર્થિક મહાસત્તા બનવાના રોડ મેપ પર કૃષિ અને કૃષિકારોનું મહત્વનું યોગદાન રહેશે ત્યારે ખેડૂતોની આવક બમણી કરવા ખેતી માં ટેકનોલોજી ના ઉપયોગ સાથે ખાતર, બી, બિયારણ અને સિંચાઇ વ્યાજબી દામે મળી રહે તેના ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે , સરકારે ગઈકાલે વૈશ્વિક ખાતર ઉત્પાદકોને ચેતવણી આપી છે કે તે ભારતમાં નફાખોરી થી દૂર રહી ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર આપે. ,કેન્દ્રીય ખાતર મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ફોસ્ફરસ ખાતર, ડાય એમોનિયમ ફોસ્ફેટ, ડીએપી ના ભાવમાં 15 દિવસમાં 20% નો ઉછાળો આવ્યો છે,
વૈશ્વિક ખાતર ઉત્પાદક કંપનીઓને નફાખોરી બિનજરૂરી ભાવ વધારા સામે સરકારની ચેતવણી
440 માંથી સીધા 540 ડોલર થયા છે તેમણે જણાવ્યું હતું કે આવી રીતે અચાનક ભાવ વધારો ક્યારે સ્વીકાર્ય નહીં બને.. ફર્ટીલાઇઝર એસોસિયેશન ઓફ ઇન્ડિયા એફએઆઇ ની સભાને સંબોધતા ખાતર મંત્રી મનસુખભાઈ માંડવીએ જણાવ્યું હતું કે ભારતમાં ખાતર પૂરું પાડતા ઉદ્યોગપતિઓ ને ખાતર પૂરું પાડવાની જવાબદારી ભરી કામગીરી સોંપવામાં આવી છે. પરંતુ વિદેશી કંપનીઓ કોઈપણ સંજોગોમાં કૃતિમ તંગી અને ખાતરના વ્યાજબી ભાવમાં વધુ નફાખોરી કરીને દેશના ખેડૂતોને લૂંટવાનો પરવાનો કોઈપણ સંજોગોમાં નહીં અપાય. કૃષિ પ્રધાન ભારત માં ખાતર ઉત્પાદક કંપનીઓ માટે વિશાળ બજાર મોજુદ છે અહીં મોટી માત્રામાં ખાતરની આયાત કરવામાં આવે છે દેશમાં કુલ વપરાશના 50% ડીએપી ની આયાત પશ્ચિમેસિયા અને જોર્ડન દેશોમાંથી થી કરવામાં આવે છે
રસાયણ ખાતર માટે પોટાસ ની શો ટકા આયાત થાય છે ખાતર કંપનીઓ સાથે ભારતમાં વ્યાજબી ભાવે ખાતર પૂરું પાડવાના કરારો થયા છે જો આવી કંપનીઓ નફાખોરી ને પ્રાધાન્ય આપશે તો તમામ વિકલ્પો વિચાર આધીન છે. છેલ્લા ત્રણ વર્ષથી દેશના ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર વૈશ્વિક ખાતર બજાર ના ભાવ પર સતત નજર રાખી રહી છે. અને કિસાનો ને ખાતરના ભાવ વધારાથી કોઈ લૂંટી ન શકે તેની તાકીદ રાખવામાં આવી રહી છે માંડવીએ જણાવ્યું હતું કે નફાખોરી અને ભાવ વધારા થી ખેડૂતોને વિદેશી કંપનીઓ પાસે લૂંટાવા નહીં દેવાય