IMG 20181207 080457

હળવદ તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી શાખા નંબર ૧૮ થી ૨૬ શાખા કેનાલમાંથી પાણી બંધ થયેલ છે શાખા નં ૧૮ માં હળવદ તથા ઘનશ્યામ ગઢ અને અજીતગઢનો સમાવેશ થાય છે તેમજ શાખા નં ૨૨ માં ધનાળા, પ્રતાપગઢ, સુરવદર, ધૂળકોટ, મયુરનગર અને ઘાંટીલાનો સમાવેશ થાય છે

IMG 20181207 080512

તેમજ શાખા નં ૨૩માં સુસવાવ, દેવળિયા, નવા દેવળિયા, સુરવદર, સહિતના ગામોનો સમાવેશ થાય છે હાલ આ વર્ષ ખરીફ સીઝનમાં બિલકુલ વરસાદ થયો નથી અને કોઈપણ પાકની ખેડૂતોને આવક થઇ નથી અને રવિ સીઝનમાં સરકાર નર્મદાના કમાંડ વિસ્તારમાં ખેડૂતોને રવિ સીઝનમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી તેમ છતાં નર્મદા કેનાલના અધિકારીઓ શાખાના દરવાજા વારંવાર બંધ કરી દે છે અને ખેડૂતોને પાણી મળતું નથી રવિ સીઝનમાં એકપણ પાણી આપેલ નથી જે શાખામાં પાણી ચાલે તે આજ રોજ બંધ કરી દીધું છે જેથી ખેડૂતોને રવિ સીઝનમાં પાક નિષ્ફળ જશે અને ખેડૂતોના માલઢોરના મૃત્યુ થશે.

IMG 20181207 080523

જેથી આ મામલે આજે ખેડૂતોએ મામલતદાર અને ડીવાયએસપી તેમજ હળવદ પોલીસને આવેદન પાઠવ્યું હતું અને તાત્કાલિક નર્મદા કેનાલમાંથી પાણી નહિ મળે તો આ ગામના ખેડૂતો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.