ડ્રેગનફ્રુટ ગુજરાત માટે નવી ખેતી છે અને એના માટે સરકાર પણ પ્રોત્સાહન આપે છે
ખેડુતો સૌથી વધુ કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીની પરંપરાગત ખેતી કરતા હોય છે. સાબરકાંઠા કરણપુરના ખેડુતે ત્રણ વર્ષ પહેલા પ્લાનિંગ સાથે ડ્રેગન ફુટની ખેતી કરી અને આ પ્લાનિંગ ખેડુતો માટે સફળ નીવેડ્યું હતું. ડ્રેગનફ્રુટ ગુજરાત માટે નવી ખેતી છે અને એના માટે સરકાર પણ પ્રોત્સાહન આપે છે. બાગાયત વિભાગ દ્રારા પોલ ખરીદવામાં સહાય પણ આપવામાં આવે છે.
આમ તો આ ખેતી નજીવી માવજતે અને ઓછા પાણીએ ખેતી થતી હોય છે. જેથી ખેડુતોએ પ્લાનિંગ સાથે ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. આ ખેડુતો એક એક્કરમાં ડ્રેગનફ્રુટનુ વાવેતર ત્રણ વર્ષ પહેલા કર્યુ હતુ જેમાં અંદાજે ૪ થી ૫ લાખ રૂપિયા ખર્ચ થયો હતો. પહેલા વર્ષે ૭ કિલો ડ્રેગનફુટ ઉતર્યા હતા.
આ ખેતી ૨૫ થી ૩૦ વર્ષ ચાલે છે જેથી આ ત્રીજા વર્ષે ૭ થી ૮ લાખનુ ઉત્પાદન મળશે. આ ઉપરાંત આ ખેડુત આજ ડ્રેગન ફ્રૂટમાંથી છોડ તૈયાર કરે છે તો કચરા ટપણ વેચે છે એની આવક તો અલગ જ અને સાથે જે બગડેલ ડ્રેગનફ્રુટ રાજસ્થાન અને એમપીમાં વાઈન બનાવવા માટે વેચે દેવામાં આવે છે જેની પણ આવક મળે છે. જેને લઈને આસપાસના ખેડુતો મુલાકાતે આવી ખેતી અંગેની માહિતી મેળવે છે
સાબરકાંઠા : સંજય દિક્ષિત