Abtak Media Google News

જામનગર સમાચાર

સફળ અખતરા કરવાની આવડત હોય તો ખેતી એ સાંપ્રત સમયમાં સૌથી અસરકારક કમાણીનું માધ્યમ ગણવામાં આવે છે. જોકે આ વાતને ધ્યાને લઈને અનેક ખેડૂતો હવે મગફળી કપાસ સહિતના પરંપરાગત પાક લેવાને બદલે ખેતીમાં પ્રાકૃતિક અને આધુનીક ખેતી તરફ વળ્યા છે. જેમાં સારી એવી સફળતા મેળવી છે. આવા જ એક ખેડૂત છે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં. 41 વર્ષીય આ ખેડૂતે 14 વર્ષ અગાઉ મધની ખેતી શરૂ કરી અને આજે એટલી સફળતા મેંળવી કે આજે જાણે આ ખેડૂતના ઘરે મધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો દેખાઈ!

મધમાખી ઉછેરએ કૃષિ આધારિત વ્યાવસાય છે. આજના ખેડૂતો હવે મધની ખેતી તરફ પણ વળ્યા છે. જામનગરના જોડીયા તાલુકાના મેહુલભાઈ ભીમાણી નામના 41 વર્ષીય ખેડૂત છેલ્લા 14 વર્ષથી મધની ખેતી કરી રહ્યાં છે અને ખુબ સારી એવી આવક પણ મેળવી રહ્યાં છે. આજથી 14 વર્ષ પહેલા આ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.. એક બુકને વાંચીને તેમાંથી આવેલા વિચાર પરથી આ મધમાથી ઉછેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. કારણ કે આ બુકમાં લખવામાં આવ્યું હતું કે જ્યારે આ પૃથ્વી પરથી મધમાખીનો નાશ થઈ જશે તેના આગળના 4 વર્ષમાં જીવસૃષ્ટિનો નાશ થશે.આ લાઈન જોયા બાદ બાપ-દિકરાએ મધની ખેતી કરવાનું મન બનાવી લીધું અને મધની ખેતી કરવાનું શરૂ કર્યું હતું.WhatsApp Image 2023 12 27 at 12.45.05 f94f85f6

આ સાથે જ કેસર મધ તૈયાર કરવા માટે જમ્મુ કાશ્મીર લઈ જવામાં આવે છે, લીચીના મધ માટે બિહાર અને તુલસીના મધ માટે ઝારખંડ જાય છે.. આમ અલગ અલગ મધ તૈયાર કરવા આ બાપ-દિકરાની જોડી અલગ અલગ વિસ્તારમાં જાય છે અને મધ તૈયાર કરે છે. આ મધ એકદમ ઓર્ગેનિક રીતે જ તૈયાર કરવામાં આવે છે.જેમાં કોઈ પણ પ્રકારના કેમિકલ નાખવામાં આવતા નથી..આ બાપ-દિકરાની જોડી એક પેટી મધમાંથી વર્ષે 4થી 5 હજારની કમાણી કરે છે.. આમ ખેડૂત વર્ષે લાખો રૂપિયાની કમાણી માત્ર મધની ખેતી દ્વારા કરી રહ્યાં છે.

અલગ અલગ પ્રકારના મધ તૈયાર કરવામાં આવે

પિતાપુત્રની આ જોડીએ 50 પેટી મધ ઉછેરવાથી શરૂઆત કરી હતી. આજે તેઓ 2 હજાર પેટી મધનો ઉછેર કરી રહ્યાં છે. નેચરલ આ મધની કિંમત 400 થી 600 રૂપિયા જેટલી હોય છે. વધુમાં એક પેટીમાં વર્ષે 20 કિલો જેટલું મધનું ઉત્પાદન થઈ શકે છે. સરકાર તરફથી તેમને સબસિડી પણ મળી છે. આ જોડી અલગ અલગ પ્રકારના મધની ખેતી કરે છે. જેમ કે જામનગરમાં જ્યારે અજમામાં ફુલ આવે ત્યારે મધમાખીની પેટી ત્યાં લઈ જવામાં આવે છે.. જેના થકી તેઓ અજમાનું મધ તૈયાર કરે છે. એવી જ રીતે વરિયાળીના પાકમાં ફુલ આવે ત્યારે મધમાખીની પેટી ત્યાં લઈ જવામાં આવે છે અને વરિયાળીનું મધ તૈયાર કરવામાં આવે છે. આ સાથે જ કચ્છ વિસ્તારમાં જાય છે જ્યાં રાયડાનું મધ તૈયાર કરવામાં આવે છે.

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.