તુવેરની ખરીદીમાં વ્હાલા દવલાની નીતિ મુદે રજુઆત કરવા આવેલા ખેડુતો ઉપર હુમલો કરાયો: ડે. કલેકટરને આવેદન

ધોરાજી માર્કેટીંગ યાર્ડમાં તુવેર ખરીદીમાં વાલા દવલાની નીતિ થતા મોટી મારડના બસ્સો જેટલા ખેડુતો રજુઆત કરવા જતા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ રણછોડભાઈ કોયાણીના માણસો દ્વારા દાદાગીરી કરવામાં આવેલ અને શાંતિથી રજુઆત કરવા આવેલા ખેડુતો પર કાયદો હાથમાં લઈને માર્કેટીંગ યાર્ડના પ્રમુખના માણસો દ્વારા ખેડુતોને ઢોર માર મારવામાં આવ્યા હતો અને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને ખેડુતોને માર્કેટીંગ યાર્ડમાંથી ડરના માર્યા નીકળી જવું પડયું હતુ.

આ બનાવનાં પગલે ખેડુતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો પોતાની વ્યાજબી રજુઆત કરવા ગયેલા ખેડુતો પર ભાજપા શાસીત યાર્ડના પ્રમુખના માણસોની દાદાગીરીથી ત્રણેક ખેડુતોના હાથ પગ ભાંગી નાખવાના અને અન્ય ખેડુતોને ઢોર માર મારવાના બનાવને લઈ તંગ વાતાવરણ સર્જાયું હતુ અને ધોરાજી પ્રાંત કચેરીએ આવીને ખેડુતોએ હે. કલેકટરને આવેદન પત્ર પાઠવી યોગ્ય કરવા રજુઆત કરી હતી.

ઈજાગ્રસ્ત ખેડુતોને ૧૦૮ દ્વારા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે મોટીમારડ પીપળીયા સુપેડી સ્વયંભુ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો બંધ પાડીને રોષ વ્યકત કર્યો છે. બે દિવસ પહેલા મોટીમારડના ખેડુતોએ તુવેરની ખરીદીમાં લાગવગશાહીને લઈને માર્કેટીંગ યાર્ડમાં ભાજપા વિ‚ધ્ધ સુત્રોચ્ચાર કરેલા અને રજુઆત કરવા જતા ખાર રાખીને દમન ગુજારવામાં આવેલ છે.પાંચ ખેડુતો સીવીલમાં સારવાર માટે દાખલ થયા છે જેઓ સારવાર અર્થે દાખલ થયલા છે. તે પાંચે પાંચ ખેડુતો માટીમારડ ગામના છે જેઓના નામ પ્રાપ્ત માહિતી મુજબ પરેશભાઈ વાછાણી, કૈલાસભાઈ ભુત, વજુભાઈ ડઢાણીયા, ગીરીશભાઈ કાલરીયા, દિનેશભાઈ ધીંગાણી આ પાંચે ખેડુતો સીવીલમાં સારવાર હેઠળ છે. અને યાર્ડના પ્રમુખ રણછોડ કોયાણીએ ખાર રાખીને દમન ગુજારવાનાં આક્ષેપો કરતા મોટીમારડના ખેડુત પરેશભાઈ વાછાણીએ ચીમકી ઉચ્ચારી હતી કે અમો આ પગલે ગામડા બંધ રાખવાના છીએ બનાવની જાણ આસપાસના વિસ્તારોમાં વાયુવેગે ફેલાઈ જતા અનેક ગામડાની બજારો તુરંત સ્વયંભૂ બંધ થવા પામી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

ધોરાજી માર્કેટયાર્ડના સભ્યો વિરૂધ્ધ ફરિયાદ

ધોરાજી યાર્ડમાં તુવેર ખરીદ કરવાના મામલે મોટીમારડના ઈજાગ્રસ્ત વ્રજલાલ ઉર્ફે વજુભાઈ વસંતરાય દઢાણીયા ઉ.૪૫ રહે મોટીમારડ નિલકંઠ સોસાયટીએ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે યાર્ડના સતાધીશો અને ૧૫ અજાણ્યા શખ્સો વિ‚ધ્ધ લોખંડના પાઈપ અને લાકડા પ્લાસ્ટીકના પાઈપ હોકી વિગેરે સાથે હુમલો કરી ઈજા પહોચાડયા અંગે ફરિયાદ કરતા ધોરાજી પોલીસ યાર્ડના સતાધીશો અને ૧૫ માણસો વિ‚ધ્ધ આઈપીસી કલમ મુજબ નોગુનો નોંધી તપાસ પીએસઆઈ એ.એસ. મકવાણાએ હાથ ધરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.