- કીશાન સંઘના આગેવાનોની રજુઆત સામે યોગ્ય કાર્યવાહીની અધિકારીઓની ‘હૈયા ધારણા’
બાબરાના ગમાપીપળીયા તેમજ ધુધરાળા ગામના ખેડૂતોએ ભારતીય કિસાન સંઘની રાહબારીથી વાંસાવડ પીજીવીસીએલ સબ ડીવીઝનમાં ઘુઘરાળા ફીડરમાં આવતા ખેડૂતોને વાડીમાં 400 વોલ્ટની જગ્યાએ 200 વોલ્ટ થઈ જવાથી ખેડૂતોની મોટર તેમજ સ્ટાટર પણ બળી જતા હોવાથી તેમજ વાડીમાં સીંગ અને કપાસમાં ખાસ પિયતની જરૂરિયાત હોય તેવા સમયે લોવોલ્ટેજના કારણે મોટર પણ ઉપડતી ના હોય માટે ખેડૂત પીજીવીસીએલના મેસેજ પ્રમાણે સવારે 9 થી ભૂખ્યા પેટે પાવર ક્યારે ફૂલ આવશે, મોટર ક્યારે ઉપડશે અને સીંગ કે કપાસને ક્યારે પીયત પુરુ થાશે તેવા ટેન્સનમાં બપોરે ઘરે જમવા પણ નથી જઈ શકતા માટે ખેડૂતો લાલઘુમ થઈ બહોળી સંખ્યામાં વાંસાવડ સબસ્ટેશને પહોંચ્યા.અને ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ લાલજીભાઈ વસ્તરપરા તેમજ સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયા ગમાપીપળીયા તેમજ ધુધરાળાના ખેડૂત અગ્રણીઓ અને ખેડૂતો દ્વારા વાંસાવડ સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું.તેમજ ખેડૂતોએ લોવોલ્ટેજને કારણે થતી નુકશાનીની વાત કરી. તેમજ લાલજીભાઈ વસ્તરપરાએ કિસાન સંઘ તાલુકા પ્રમુખે આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે જે ધુધરાળા ફીડરમાં ખુબ જ વધારે કનેકશનો હોય અને ઉપરથી લો વોલ્ટેજ આવતા હોય આવતા હોય તો ખરેખર બધા જ ખેડૂત નિયમીત પાવર બીલ પણ ભરતા હોય તો જે પાવરની જરીરીયાત 400 વોલ્ટ ઉપરની હોય તે પ્રમાણે- પુરા વોલ્ટેજમાં પાવર આપો અને શક્ય હોય તો દિવસે જ પાવર આપો. કારણકે મગફળી પિયતમાં રાત્રે જનાવર, સર્પ, પડકા, વીંછી સામે જોખમી બને છે માટે તાત્કાલીક ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ ખેડૂતોની હૈયાવરાળ નાયબ ઈજનેર ચૌધરીભાઈએ સાંભળી અને ખેડૂતોને પુરતી વિજળી મળી રહે તે માટે ઉપલા લેવલે રજૂઆત કરી સત્વરે કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું.